Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અબડાસા, લખપત અને માંડવીમાં નહિવત વરસાદથી અછતનો ખતરો!:જુલાઈમાં ઘાસ વિતરણ કરાયું પણ હવે શું ? સીમાડા હજુય સૂકાભટ્ટ

    1 day ago

    કચ્છમાં જુન અને જુલાઈ માસની શરૂઆતમાં વરસાદ ન થતા જિલ્લામાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું, જેના પગલે સરકારે 2 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ઘાસ વિતરણ શરૂ કર્યું હતું. દરમિયાન પૂર્વ કચ્છમાં સારો વરસાદ વરસી ગયો છે, પરંતુ પશ્ચિમ કચ્છમાં હજુ પણ નહિવત વરસાદ જ નોંધાયો છે. પશ્ચિમ કચ્છના મુખ્ય તાલુકા એવા અબડાસામાં માત્ર 47 એમએમ, લખપતમાં 75 એમએમ અને માંડવીમાં 91 એમએમ જ વરસાદ ખાબક્યો છે. પશુપાલન પર જ નભતા અબડાસા જેવા મોટા તાલુકામાં અપૂરતા વરસાદને કારણે સીમાડામાં પૂરતું ઘાસ પણ ઉગ્યું નથી, જેથી પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે વરસાદ ખેંચાયો ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનો અને ધારાસભ્યોએ કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ વર્તમાન સ્થિતિએ નેતાઓ ચૂપ છે. પશ્ચિમ કચ્છમાં માંડવી પંથકમાં 1 થી 4 ઇંચ જેટલો જ વરસાદ થવાથી ખેડૂતોએ માંડ વાવણી કરી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ માંડવી કિસાન સંઘ દ્વારા કૃષિમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને આ વિસ્તારને સત્તાવાર રીતે અછતગ્રસ્ત જાહેર કરી કેનાલમાંથી પાણી આપવા માટે ઉગ્ર માંગ કરાઈ છે. રાહત દરે 11.50 લાખ કિલો ઘાસનું થયું હતું વિતરણ કચ્છમાં 31 જુલાઈ સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 18,265 ઘાસકાર્ડ મંજૂર કરી 72,331 પશુધનના નિભાવ માટે 11.50 લાખ કિલોગ્રામ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકાવાર વિતરણની વિગતો જોઈએ તો ભુજ તાલુકામાં સૌથી વધુ 5,21,920 કિગ્રા ઘાસ અને 4,437 ઘાસકાર્ડ, નખત્રાણામાં 4,09,232 કિગ્રા ઘાસ અને 5,927 ઘાસકાર્ડ, માંડવીમાં 1,18,755 કિગ્રા ઘાસ અને 2,698 ઘાસકાર્ડ, લખપતમાં 74,000 કિગ્રા ઘાસ અને 3,113 ઘાસકાર્ડ, અબડાસામાં 26,565 કિગ્રા ઘાસ અને 1,903 ઘાસકાર્ડ અને અંજારમાં 13,550 કિગ્રા ઘાસની વિતરણ કરાયું હતું અને 187 ઘાસકાર્ડ બનાવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વાયુવીરોની વાદ્યસાધનાથી ગુંજ્યું ભુજ:વાયુસેનાના બેન્ડે સંગીતથી આપી રાષ્ટ્રને સલામી
    Next Article
    રાજ્યમાં 65% પંપની ફાળવણી સાથે જિલ્લો પ્રથમે રહ્યો.:નર્મદાના ખેડૂતો વરસાદ પર નિર્ભર નહિ રહે ખેતી માટે 14,989 સોલાર પંપની ફાળવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment