Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાયુવીરોની વાદ્યસાધનાથી ગુંજ્યું ભુજ:વાયુસેનાના બેન્ડે સંગીતથી આપી રાષ્ટ્રને સલામી

    1 day ago

    ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ અને એરફોર્સ સ્ટેશન ભુજના સંયુક્ત ઉપક્રમે રવિવારે ભુજના ટાઉનહોલ ખાતે દેશભક્તિથી ઓતપ્રોત એરફોર્સના સિમ્ફની બેન્ડ પરફોર્મન્સ યોજાયું હતું. વાયુસેનાના બેન્ડે વિવિધ પ્રકારની સંગીત રચનાઓ રજૂ કરી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં ‘માતૃભૂમિ’ની ભાવનાને ઉજાગર કરતી દેશભક્તિપૂર્ણ ધૂનો રજૂ કરવામાં આવી હતી. બાદમાં 70-80ના દાયકાના લોકપ્રિય ગીતોની સંગીતમય રજૂઆતથી શ્રોતાઓને જૂની યાદો તાજી થઈ હતી. કાર્યક્રમના અંતિમ તબક્કામાં બેન્ડ દ્વારા ગુજરાતી ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનામાં જોડાવા ઇચ્છુક યુવાનોને વાયુસેનામાં કારકિર્દીની તકો અને ભરતી પ્રક્રિયા અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. આ ઉપરાંત માધાપરની વીરાંગનાઓનું એર વાઈસ માર્શલ જી.એસ.ભુલર, એરફોર્સ સ્ટેશન ભુજના એર કોમોડોર કંવલ પ્રીત સિંઘ ધામ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને કચ્છ યુનિ. ના કુલપતિ મોહનભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા, જિલ્લા પોલીસવડા વિકાસ સૂંડા, બીએસએફના ડીઆઈજી યોગેન્દ્રસિંહ રાઠોડ હાજર રહ્યા હતા. દેશભક્તિ, શાસ્ત્રીય સંગીત, જાઝ અને ગુજરાતી સંસ્કૃતિના સંગમ સમા આ કાર્યક્રમમાં વિવિધ ધૂનોની મનમોહક રજૂઆતથી ભુજના ટાઉનહોલનો માહોલ સંગીતમય બની ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ:પ્લાસવામાં ગ્રોફેડ પાસે આધેડ પર શેઢા પાડોશીનો કુહાડી વડે હુમલો
    Next Article
    અબડાસા, લખપત અને માંડવીમાં નહિવત વરસાદથી અછતનો ખતરો!:જુલાઈમાં ઘાસ વિતરણ કરાયું પણ હવે શું ? સીમાડા હજુય સૂકાભટ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment