Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ:પ્લાસવામાં ગ્રોફેડ પાસે આધેડ પર શેઢા પાડોશીનો કુહાડી વડે હુમલો

    1 day ago

    જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામે ગ્રોફેડ મિલ પાસે આધેડ ખેડૂત પર એક શખ્સે કુહાડી વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઇજા પહોંચાડતા સારવારમાં ખસેડાયા હતા. બનાવની ​મળતી વિગતો મુજબ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા અને પ્લાસવા ગામે રહેતા 50 વર્ષીય સુરાભાઈ કાનાભાઈ રડા તારીખ 8 ઓગસ્ટના રોજ સાંજના સમયે પોતાના પ્લાસવા સ્થિત ખેતરે ભાડેથી ટ્રેક્ટર રાખી જમીન ખેડાવી રહ્યા હતા. તે દરમિયાન તેમના શેઢા પડોશી સેજાભાઈ કરમણભાઈ રાડા ત્યાં ધસી આવી ટ્રેક્ટર ચાલક પ્રવીણબાપુને 'અહીં ટ્રેક્ટર ચલાવતો નહીં, આ જમીન પર મારો કબજો છે' તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું. સુરાભાઈ વચ્ચે પડી સમજાવવા જતાં, સેજાભાઈએ સુરાભાઈના ભાઈ રાજુભાઈ કાનાભાઈ પાસેથી લીધેલા ઉછીના રૂપિયા પરત ન આપવાનું મનદુઃખ રાખી ઉશ્કેરાઈ જઈને ગાળો કાઢી કુહાડીનો એક ઘા સુરાભાઈના માથામાં ઝીંકી દીધો હતો. જેના કારણે સુરાભાઈને માથાના ભાગે ઇજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત સુરાભાઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે સુરાભાઈની ફરિયાદના આધારે તાલુકા પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ સેજા રાડા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    મુસાફરોની હાલાકીનો પાર નહીં:અમરેલીના નાગનાથ બસસ્ટેન્ડને અલીગઢના તાળા લાગ્યા
    Next Article
    વાયુવીરોની વાદ્યસાધનાથી ગુંજ્યું ભુજ:વાયુસેનાના બેન્ડે સંગીતથી આપી રાષ્ટ્રને સલામી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment