Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં 65% પંપની ફાળવણી સાથે જિલ્લો પ્રથમે રહ્યો.:નર્મદાના ખેડૂતો વરસાદ પર નિર્ભર નહિ રહે ખેતી માટે 14,989 સોલાર પંપની ફાળવણી

    1 day ago

    નર્મદા જિલ્લો જંગલ અને ડુંગરોથી ઘેરાયેલો છે. સિંચાઈની પૂરતી વ્યવસ્થા નથી. ખેડૂતોને સિંચાઈ માટે વરસાદના પાણી પર નિર્ભર રહેવું પડે છે. ખેડૂતો બારેમાસ ખેતી કરી શકે તે માટે પીએમ-કુસુમ યોજના હેઠળ એકલા નર્મદા જિલ્લામાં જ ₹618.41 કરોડના ખર્ચે 14,989 ઓફ-ગ્રીડ સોલાર પંપની ફાળવણી કરવામાં આવી છે. એક સમય એવો હતો જ્યારે નર્મદાના ડુંગરાળ અને જંગલ વિસ્તારના ખેડૂતો આકાશ તરફ જોઈ વરસાદની રાહ જોતા હતા. આજે એ જ ખેડૂતો સૂર્યોદયની રાહ જુએ છે. કારણ કે હવે સૂર્યપ્રકાશ માત્ર ઉજાસ નથી લાવતો. તે ખેતરમાં પાણી, ભરપૂર પાક અને આર્થિક સમૃદ્ધિ લાવી રહ્યો છે. જિલ્લાના કુલ 2.81 લાખ હેક્ટર વિસ્તારમાંથી લગભગ 1.06 લાખ હેક્ટર વિસ્તાર જંગલ અને ડુંગરોથી ઘેરાયેલો છે. ડેડિયાપાડા અને સાગબારા જેવા વિસ્તારોમાં વર્ષો સુધી ખેડૂતો માત્ર ચોમાસાના વરસાદ પર આધારિત ખેતી કરતા હતા. વીજળીના નેટવર્કનો અભાવ હતો. ઇકો-સેન્સિટિવ વિસ્તારની મર્યાદાઓ હતી. ડીઝલ પંપની મોંઘી સિંચાઈ હતી. ખેતી ખર્ચાળ અને અનિશ્ચિત બની રહેતી હતી. પરંતુ ઓફ-ગ્રીડ સ્ટેન્ડઅલોન સોલાર પંપ આ પરિસ્થિતિમાં ગેમચેન્જર સાબિત થયા. હવે ખેડૂતોને વીજળીની રાહ જોવાની જરૂર નથી. ડીઝલ માટે શહેર સુધી જવાની જરૂર નથી. સૂર્યપ્રકાશથી દિવસ દરમિયાન સરળતાથી સિંચાઈ શક્ય બની છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 22,792 સોલાર કૃષિ પંપ મંજૂર થયા હતા. તેમાંમાંથી 22,787 ખેડૂતોને લાભ મળી ચૂક્યો છે. આમાંથી માત્ર નર્મદા જિલ્લામાં જ 14,989 ખેડૂતોને ઓફ-ગ્રીડ સોલાર પંપ મળ્યા છે. સ્થળાંતરમાં ઘટાડો અને‎ગામમાં જ રોજગારીની તકો‎ સોલાર પંપ યોજનાના કારણે દેડિયાપાડા, સાગબારા અને ચીકદા વિસ્તારોમાં ખેડૂતો હવે ખરીફ, રવિ અને ઉનાળુ - ત્રણેય ઋતુમાં ખેતી કરી રહ્યા છે. અહીં કૃષિ આવકમાં વધારો થયો છે. રોજગારી માટેનું સ્થળાંતર ઘટ્યું છે. પશુપાલનને પ્રોત્સાહન મળ્યું છે. વધારાની આવકનો નવો સ્ત્રોત મળ્યો છે. - બી.બી. પટેલ, કાર્યપાલક ઇજનેર. આદિવાસી ખેડૂતોને 100 ટકા સહાય‎ આ યોજનાનો લાભ મેળવવા માટે pmkusum.mnre.gov.in અથવા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે. ફોર્મની સાથે આધારકાર્ડ, બેંક ખાતાની વિગતો અને 7/12 તથા 8-અ અપલોડ કરવાના રહેશે. તમારી જમીન અને પાણીના સ્ત્રોતની ઓનલાઇન કે રૂબરૂ ચકાસણી કરવામાં આવશે. મંજૂરી મળ્યા પછી તમારે પંપની કુલ કિંમતની માત્ર 10% રકમ ચૂકવવી પડશે. બાકીની 60% સબસિડી સરકાર આપશે. 30% બેંક લોન મળી શકે છે. સોલાર પંપથી થનારા ફાયદા‎ શૂલપાણેશ્વર અભયારણ્ય અને તેની આસપાસનો વિસ્તાર પર્યાવરણીય રીતે અત્યંત સંવેદનશીલ છે. PM-KUSUM યોજનાનો સૌથી મોટો ફાયદો એ રહ્યો કે ઓફ-ગ્રીડ સોલાર પંપને કારણે નવા વીજ થાંભલા, લાંબી વીજલાઈનો કે સબ-સ્ટેશન ઊભાં કરવાની જરૂર રહી નથી. પરિણામે અહીં જંગલને નુકસાન થતું નથી. ઇકો-સેન્સિટિવના નિયમોનું પાલન થાય છે.
    Click here to Read More
    Previous Article
    અબડાસા, લખપત અને માંડવીમાં નહિવત વરસાદથી અછતનો ખતરો!:જુલાઈમાં ઘાસ વિતરણ કરાયું પણ હવે શું ? સીમાડા હજુય સૂકાભટ્ટ
    Next Article
    સાદગી અને શિક્ષણનો સંદેશ:વલસાડના કલેકટરે પ્રાથમિક શાળામાં પલાઠી વાળી બાળકો સાથે ભોજન લીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment