Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી પ્રવીણ માળીએ સોમનાથમાં સ્વાભિમાન મહાપૂજા કરી:પરિવાર સાથે ગૌપૂજન, તીર્થયાત્રી સેવકોનું પણ સન્માન કર્યું

    23 घंटे पहले

    ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહનવ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ સહપરિવાર સોમનાથની મુલાકાત લીધી હતી. તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી 'સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા' સંપન્ન કરી. મંત્રી પ્રવીણભાઈ માળીએ પરિવાર સાથે ભક્તિભાવપૂર્વક મહાદેવની વિશેષ પૂજા કરી પવિત્ર દ્રવ્યો અર્પણ કર્યા હતા. મહાપૂજા બાદ ઢોલ-શરણાઈ સાથે ધ્વજાજીની શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મંત્રીએ સ્વહસ્તે ધ્વજારોહણ કર્યું. આ પછી, મંત્રી પ્રવીણભાઈ માળીએ પરિવાર સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત લીધી. તેમણે ગૌમાતાનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૂજન કરી ગૌસેવાનો સંદેશ આપ્યો. મંત્રીએ સોમનાથ તીર્થમાં દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓને સુવિધા અને સેવા પૂરી પાડતા સેવકોની કામગીરીને બિરદાવી. 'સ્વાભિમાન પૂજા'ના ભાગરૂપે તેમણે સેવકોનું વિશેષ પૂજન કરી, તેમની નિષ્ઠાપૂર્વકની સેવાભાવના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. આ અવસરે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ટ્રસ્ટ વતી મંત્રીનું સ્વાગત કર્યું. ટ્રસ્ટ દ્વારા મંત્રીને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પવિત્ર પ્રસાદ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં 'સ્વાભિમાન પૂજા' શરૂ કરવામાં આવી છે, જેનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહાત્મ્ય છે. આ પૂજાનું લોન્ચિંગ સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 મે, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સૌપ્રથમ આ પૂજા કરી દેશવાસીઓને રાષ્ટ્રપ્રેમ, ધર્મપ્રેમ અને ગૌરવનો સંદેશ આપ્યો હતો. 'સ્વાભિમાન પૂજા' માત્ર વ્યક્તિગત કે પારિવારિક સુખાકારી પૂરતી સીમિત નથી. તે ભારતીય સનાતન સંસ્કૃતિના ભવ્ય વારસા અને રાષ્ટ્ર પ્રત્યેની સ્વાભિમાનની ભાવનાને જાગૃત કરવાનો આધ્યાત્મિક સંકલ્પ છે. સોમનાથ મહાદેવનું મંદિર ભારતની અદમ્ય ખુમારી, અતૂટ આસ્થા અને સ્વાભિમાનનું પ્રતીક રહ્યું છે. આ વિશેષ પૂજા દ્વારા ભક્તોને ભવ્ય ઇતિહાસ, સનાતન સંસ્કૃતિ અને આત્મગૌરવ સાથે જોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મંત્રી પ્રવીણભાઈ માળીની સોમનાથ મુલાકાત અને 'સોમનાથ સ્વાભિમાન મહાપૂજા'માં તેમની સહભાગિતા બદલ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધન્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સાઈ સુદર્શનની જગ્યાએ સરફરાઝ ખાન ભારતીય ટીમમાં સામેલ:ગૉલ ટેસ્ટ પહેલાં ટીમમાં જોડાશે, 15 ઑગસ્ટથી સિરીઝ શરૂ થશે
    Next Article
    ખારાઘોડામાં 337 લાભાર્થીઓએ આયુર્વેદિક કેમ્પનો લાભ લીધો:નવાગામ પ્રાથમિક શાળા ખાતે મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment