Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખારાઘોડામાં 337 લાભાર્થીઓએ આયુર્વેદિક કેમ્પનો લાભ લીધો:નવાગામ પ્રાથમિક શાળા ખાતે મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ યોજાયો

    1 day ago

    પાટડી તાલુકાના ખારાઘોડા ગામે નવાગામ પ્રાથમિક શાળા ખાતે મેગા આયુર્વેદિક મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ખારાઘોડાના જૂનાગામ, નવાગામ, સ્ટેશન વિસ્તાર અને ઓડુ ગામ સહિત કુલ 337 લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પનું આયોજન વિરમગામ-માંડલ હાઈવે પર ફૂલકી સ્થિત શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંસ્થા સંચાલિત જનસેવા હોસ્પિટલ અને એસ.એચ. આયુર્વેદ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના સંસ્થાપક ડૉ. પંકજ પટેલ, પ્રમુખ વિશાલ પટેલ અને સેક્રેટરી ડૉ. પ્રિયંક વ્યાસના માર્ગદર્શન હેઠળ આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જનસેવા હોસ્પિટલની ડોકટરોની ટીમમાં સંસ્થાના સેક્રેટરી અને મસા-ભગંદરના નિષ્ણાત ડૉ. પ્રિયંક વ્યાસ, પંચકર્મ નિષ્ણાત ડૉ. અનુપ્રિયા વર્મા, કાન-નાક-ગળા અને આંખના સર્જન ડૉ. ચાંદની ચૌહાણ, સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. સાનિયા મિર અને જનરલ રોગોના નિષ્ણાત ડૉ. ગોપીબેન પટેલ તેમજ નર્સિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રવક્તા કિશોર વાઘેલાએ જણાવ્યું હતું કે, કેમ્પના જે લાભાર્થી દર્દીઓને વધુ સારવારની જરૂર પડશે, તેમને હોસ્પિટલમાં પણ નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે. આ કેમ્પના સફળ આયોજનમાં ગામના આગેવાનો પ્રવીણ વાણીયા, સરપંચ દશરથ, તાલુકા સદસ્ય સુરેશ અને માલકિયા સહિતનાઓએ સક્રિય યોગદાન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મંત્રી પ્રવીણ માળીએ સોમનાથમાં સ્વાભિમાન મહાપૂજા કરી:પરિવાર સાથે ગૌપૂજન, તીર્થયાત્રી સેવકોનું પણ સન્માન કર્યું
    Next Article
    રૂમનો દરવાજો તોડ્યોને સુરત સિવિલના રેસિડેન્ટ ડોક્ટર પંખે લટકતા મળ્યા:સાથી ડોક્ટરે રડતા રડતા કહ્યું-કામનું ભારણ હોય શકે, ફરજ પર હાજર ન થતા સાથીઓને શંકા ગઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment