Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂમનો દરવાજો તોડ્યોને સુરત સિવિલના રેસિડેન્ટ ડોક્ટર પંખે લટકતા મળ્યા:સાથી ડોક્ટરે રડતા રડતા કહ્યું-કામનું ભારણ હોય શકે, ફરજ પર હાજર ન થતા સાથીઓને શંકા ગઈ હતી

    1 day ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. આજે 9 ઑગસ્ટે સિવિલ કેમ્પસના બોય્ઝ પીજી હોસ્ટેલમાં રહેતા મૂળ મોડાસાના 30 વર્ષીય રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યાએ પોતાના રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ અને પીજી હોસ્ટેલમાં અરેરાટી ફેલાઈ હતી. હર્ષ પંડયાએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તેની તપાસ કરવામાં આવી રહી છે. સિવિલના ડીને કહ્યું હતું કે, પ્રાથમિક કમિટી બનાવવામાં આવી છે, જે આ મામલે તપાસ કરશે. જ્યારે ડિપોર્ટમેન્ટલ તણાવ હોવાનું મૃતકના સાથીઓનું માનવું છે. ત્યારે આ સમગ્ર મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. "ડિપાર્ટમેન્ટમાં સીનિયરોની તકલીફ હતી": મૃતકના પિતા મૃતક રેસિડેન્ટ ડૉક્ટર હર્ષના પિતા ડૉ. સુભાષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, સવારે સાડા આઠ વાગ્યે હર્ષના મિત્રનો ફોન આવ્યો હતો અને તાત્કાલિક પહોંચવા કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, હર્ષને અભ્યાસમાં કોઈ મુશ્કેલી નહોતી, પરંતુ ડિપાર્ટમેન્ટમાં સીનિયરોની થોડી ઘણી સમસ્યાઓ કે તકલીફો રહેતી હતી. હવે કમિટીની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે. પરિવારનો એકનો એક દીકરો હતો હર્ષ મૃતક હર્ષ પંડ્યા પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પિતા સર્જન ડૉક્ટર તરીકે નિવૃત્ત થયેલા છે, જ્યારે પરિવારમાં માતા અને એક બહેન છે. હર્ષે ફિલિપાઇન્સમાંથી એમબીબીએસ (MBBS) પૂર્ણ કર્યા બાદ ભારતમાં નોકરી કરી હતી અને છેલ્લા છ મહિનાથી સિવિલ હોસ્પિટલમાં પીજી (PG) નો અભ્યાસ કરી રહ્યો હતો. થોડા સમય પહેલાં જ તેની સગાઈ પણ થઈ હતી. ફરજ પર હાજર ન રહેતા સાથીઓએ રૂમ પર તપાસ કરી મૃતક ડૉ.હર્ષ પંડ્યા મૂળ અરવલ્લીના મોડાસાના વતની અને અપરિણિત હતો. સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવાની સાથે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતો અને સિવિલ કેમ્પસની હોસ્ટેલમાં બિલ્ડીંગ નંબર Bના રૂમ નંબર 1005માં રહેતા હતા. આજે હોસ્પિટલમાં પોતાની નિયમિત ફરજ પર હાજર ન રહેતા, સિનિયર તબીબે તેમને ફોન કર્યો હતો. જોકે, તેમનો ફોન બંધ આવતો હોવાથી હોસ્ટેલમાં રહેતા અન્ય સાથી રેસિડેન્ટ તબીબને રૂમ પર જઈ તપાસ કરવા જણાવ્યું હતું. દરવાજો તોડતા જ પંખે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો સાથી તબીબ જ્યારે પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005 પર પહોંચ્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. તબીબોએ ડૉ. હર્ષને બૂમો પાડી દરવાજો ખોલવા ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. આખરે તબીબોએ હોસ્ટેલના સિક્યુરિટી સ્ટાફને સાથે રાખી દરવાજો તોડી નાખ્યો હતો. દરવાજો તૂટતા જ અંદરનું દ્રશ્ય જોઈ સૌ દંગ રહી ગયા હતા. ડૉ. હર્ષ પંડ્યાનો મૃતદેહ સીલિંગ ફેન સાથે દોરીથી લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. 'વિદ્યાર્થીઓને કંઈ તકલીફ હોય તો અમને જાણ કરે' સિવિલના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટે કહ્યું કે, આ ઘટનામાં પ્રાથમિક કમિટીની તપાસમાં જે કંઈ સત્ય હશે તે બહાર આવશે, જે બાદ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ સિવિલના સુપરિટેન્ડ ડોક્ટર પારુલ વડગામા પણ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. ડો.પારુલ વડગામાએ કહ્યું હતું કે, હાલ આપઘાતનું કારણ જાણવા નથી મળ્યું. ગઈકાલે રાતે એ વિદ્યાર્થી એન્જોય કરતા હતા, વાતચીત કરતા હતા, એકબીજા સાથે મળ્યા, બધા ટીચર સાથે પણ વાત કરતા હતા. અમે એવું માનીએ છીએ કે કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ તકલીફ પડે તો ગમે ત્યારે અમારી પાસે આવી શકે. 24 કલાક અમારા ફોન ચાલુ છે, એટલે દરેક વિદ્યાર્થીને કંઈ પણ હોય તો અમને કહે. 'તકલીફ કે માનસિક તણાવમાં ન હતો' ડૉ. હર્ષને પરિવાર, પર્સનલ કે માનસિક તણાવ ન હતું. પરંતુ ડિપાર્ટમેન્ટલ એટલે કે કામકાજ કે વિભાગીય સંબંધિત ભારણ હોય શકે તેવું સાથીદારોનું માનવું છે. હર્ષ રૂમમાં એકલો જ રહેતો હતો અને સ્વભાવે ખૂબ શાંત અને ઓછું બોલનારો હતો. હાલ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે રહસ્યમય બન્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલાયો ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખસેડ્યો હતો. આ સાથે જ હોસ્ટેલમાં રહેતા અન્ય રેસિડેન્ટ તબીબો તેમજ સ્ટાફના નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી હતી. એટલે તપાસ બાદ જ આપઘાતનું સાચું કારણ બહાર આવશે. 24 કલાકમાં વિગતવાર રિપોર્ટ આપવા પ્રફૂલ પાનશેરિયાની કડક સૂચના સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત કેસમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ બાદ વહીવટી તંત્ર તાબડતોબ એક્શન મોડમાં આવી ગયું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને ડીનની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેને 24 કલાકમાં વિગતવાર રિપોર્ટ આપવા કડક સૂચના અપાઈ છે. ગાંધીનગરના નિયામક સચદેવને તપાસની સીધી દેખરેખ સોંપાઈ છે. મંત્રીએ મૃતક ડૉક્ટરના પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિવારને સાંત્વના પાઠવી ન્યાયની ખાતરી આપી હતી. રાતોરાત વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા, પેનલ પીએમ પૂર્ણ કરાયું ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસ કમિટીએ રાતોરાત હોસ્ટેલમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મૃતક વિદ્યાર્થી સાથે રેગિંગ થયું હતું કે કેમ અથવા તેને સીનિયરો દ્વારા કોઈ પરેશાની હતી કે કેમ તે તમામ પાસાઓની સઘન તપાસ કરાશે. મંત્રીની સ્પષ્ટ સૂચનાના આધારે રાત્રે પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ જ કમિટી સભ્યોને છૂટા થવા આદેશ કરાયો હતો. બીજી તરફ, સત્ય બહાર લાવવા માટે મૃતકનું પેનલ ફોરેન્સિક પીએમ (પોસ્ટમોર્ટમ) પૂર્ણ કરી દેવાયું છે.
    Click here to Read More
    Previous Article
    ખારાઘોડામાં 337 લાભાર્થીઓએ આયુર્વેદિક કેમ્પનો લાભ લીધો:નવાગામ પ્રાથમિક શાળા ખાતે મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ યોજાયો
    Next Article
    Akalis Gear Up For Punjab Battle, Recharged By Alliance Buzz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment