Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલાએ નોંધાવી ફરિયાદ:દહેજ, પુત્રી જન્મના મેણાં અને સળગાવી દેવાની ધમકીનો આક્ષેપ

    1 day ago

    કડીના અંબિકા સોસાયટી વિસ્તારમાં હાલ પિયરમાં રહેતી 36 વર્ષીય પરિણીતા ભારતીબેન ચાવડાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 17 જુલાઈ, 2026ના રોજ નોંધાવેલી ફરિયાદ અનુસાર પરિણીતાના લગ્ન માર્ચ 2019માં અમદાવાદના મેઘાણીનગર ખાતે રહેતા અને સોલા સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસીસ ટેકનીશિયન તરીકે નોકરી કરતા કિરણકુમાર અરવિંદભાઈ રાઠોડ સાથે થયા હતા. દીકરીઓના જન્મ મુદ્દે મેણાંટોણાં મારી મારઝૂડ કરાતી ફરિયાદમાં જણાવ્યા મુજબ લગ્નના બે મહિના બાદ જ સાસુ મધુબેન અને સસરા અરવિંદભાઈ ઘરકામ બાબતે મેણાંટોણાં મારી પતિને ચઢામણી કરતા હતા, જેના કારણે પતિ મારઝૂડ કરતો હતો. લગ્ન બાદ પ્રથમ દીકરી દિવ્યાંશીનો જન્મ થતાં "મારે દીકરો જોઈતો હતો, આ પથરો ક્યાંથી જણ્યો" કહી સાસરિયાં મહેણાં મારતા હતા. બીજી ડિલિવરી સમયે પણ ગર્ભવતી હોવા છતાં વજનવાળું કામ કરાવી હેરાન કરવામાં આવતી હતી. પરિણીતાની બંને પુત્રીઓના જન્મનો તમામ ખર્ચ પિયર પક્ષે જ ઉપાડ્યો હતો. સમાજ દ્વારા સમાધાન કરાવવા છતાં સાસરિયાના વર્તનમાં કોઈ સુધારો આવ્યો ન હતો. “ઘરમાં પગ મૂકીશ તો જીવતી સળગાવી દઈશ” ગત તા. 7 જુલાઈ, 2026ના રોજ સાંજના સમયે રસોઈ બનાવતી વખતે સાસુની ચઢામણીથી પતિએ ગડદાપાટુનો માર મારી પરિણીતાને ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. આ સાથે જ જો હવે ઘરમાં પગ મૂકીશ તો "પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દઈશ" તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પરિણીતાએ પોતાના ભાઈને ફોન કરીને બોલાવી પિયર પરત આવી હતી. ત્યારબાદ કડી પોલીસ મથકે પહોંચી પતિ કિરણકુમાર રાઠોડ, સાસુ મધુબેન અને સસરા અરવિંદભાઈ સામે ગુનો નોંધાવતાં પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 12 પાસ મુન્નાભાઈ MBBS ઝડપાયો:ગોંડલ રોડ પર શિવ ક્લિનિક સીલ, 15 વર્ષ કમ્પાઉન્ડર તરીકે ફરજ બાદ પોતે જ ડોક્ટર બની ગયો !
    Next Article
    સુરતમાં ગાંજાના નેટવર્ક પર પોલીસ ત્રાટકી:સચિન GIDC અને અમરોલીમાંથી ₹2.30 લાખના મુદ્દામાલ સાથે બે પેડલર ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment