Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 12 પાસ મુન્નાભાઈ MBBS ઝડપાયો:ગોંડલ રોડ પર શિવ ક્લિનિક સીલ, 15 વર્ષ કમ્પાઉન્ડર તરીકે ફરજ બાદ પોતે જ ડોક્ટર બની ગયો !

    1 day ago

    રાજકોટ શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાઈ ગયો છે. શહેરના ગોંડલ રોડ ઉપર ધમધમતા શિવ ક્લિનિકમાં 32 વર્ષીય ધવલ ચૌહાણ નામનો શખ્સ કોઈપણ જાતની મેડિકલની ડિગ્રી વિના લોકોને દવાઓ આપી તેમના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમીના આધારે માલવિયાનગર પોલીસે રેડ પાડી હતી અને તે શખ્સને ઝડપી પાડ્યો હતો. 15 વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે અલગ અલગ હોસ્પિટલમાં નોકરી કર્યા બાદ ખુદ ડોક્ટર બની પોતાનું ક્લિનિક શરૂ કરી દીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. નકલી તબીબો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે ત્યારે રાજકોટના ગોંડલ રોડ પર જય ખોડીયાર સોસાયટી મેઇન રોડ ઉપર પીજીવીસીએલ પાવર હાઉસની બાજુમાં શિવ ક્લિનિકમાં બોગસ તબીબ પ્રેક્ટિસ કરતો હોવાની માલવિયા નગર પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે તા.8 ઓગસ્ટના સાંજે રેડ પાડી હતી. જે સમયે પોલીસે ત્યાં તબીબી પ્રેક્ટિસ કરતા વ્યક્તિનું નામ પૂછતા તેને ધવલ સુરેશભાઈ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે તેની પાસેથી તબીબી પ્રેક્ટિસ અંગે મેડિકલના સર્ટિફિકેટ માંગ્યા હતા જોકે યુવાન પાસે આ પ્રકારનું કોઈ પણ મેડિકલ ડિગ્રી સર્ટિફિકેટ ન હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને દવાઓ તેમજ સાધનો મળી રૂ.16,484 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે પછી પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં આ શખસે કબુલાત આપી હતી કે, છેલ્લા છ મહિનાથી તે ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો અગાઉ 15 થી 17 વર્ષ સુધી રાજકોટ શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હતું અને ત્યારબાદ પોતે જ ડોક્ટર બની ક્લિનિક શરૂ કરી દીધું હતું જોકે હાલ પોલીસે આ શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    કારચાલક સાથે ઘર્ષણના વાઈરલ વીડિયો મામલે પોલીસની સ્પષ્ટતા:ડ્રાઈવર કારમાં હોવા છતા લોક માર્યાનો આક્ષેપ, પોલીસે કહ્યું- રોડ પર અડચણરૂપ હોવાથી કાર્યવાહી કરવામાં આવી
    Next Article
    કડીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલાએ નોંધાવી ફરિયાદ:દહેજ, પુત્રી જન્મના મેણાં અને સળગાવી દેવાની ધમકીનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment