Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારચાલક સાથે ઘર્ષણના વાઈરલ વીડિયો મામલે પોલીસની સ્પષ્ટતા:ડ્રાઈવર કારમાં હોવા છતા લોક માર્યાનો આક્ષેપ, પોલીસે કહ્યું- રોડ પર અડચણરૂપ હોવાથી કાર્યવાહી કરવામાં આવી

    1 day ago

    સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં કારચાલક અને પોલીસકર્મીઓ વચ્ચે વાહન લોક અને દંડ મામલે ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાઈરલ થયો હતો. કારચાલક પોતે કારમાં હોવા છતા પોલીસે લોક મારી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ પોલીસે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કારચાલક સતત એક કલાકથી રસ્તા પર ઉભો હતો જેના કારણે ટ્રાફિક અવરોધાતો હતો જેથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ખોટી રીતે કાર લોક કરી હોવાનો આક્ષેપ રેલવે સ્ટેશન નજીક રસ્તાની સાઈડમાં એક યુવક પોતાની કારમાં જ બેઠેલો હતો અને કોઈ સ્વજનની રાહ જોઈ રહ્યો હતો. કારચાલકનો આક્ષેપ છે કે પોતે ગાડીની અંદર જ હાજર હોવા છતાં અને વાહન સાઈડમાં હોવા છતાં, પોલીસે તેની કોઈ વાત સાંભળ્યા વગર કે ગાડી ખસેડવાની તક આપ્યા વિના જ સીધો કારના વ્હીલમાં લોક મારી દીધો હતો. કાયદાના દુરુપયોગ અને પોલીસના આવા વર્તનથી આક્રોશિત થયેલા કારચાલકે તુરંત આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. પોલીસે આક્ષેપો નકારી કહ્યું- કાર અડચણરૂપ રીતે પાર્ક હતી એટલે કાર્યવાહી કરવામાં આવી બીજી તરફ, આ વિવાદે જોર પકડતાં સુરત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સમગ્ર બાબતે સત્તાવાર સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. ACP એસ.આર. ટંડલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ 7 ઓગસ્ટ 2026ના રોજ સાંજના 5:30 થી 6:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. સ્ટેશનની આસપાસ થતા ગેરકાયદેસર પાર્કિંગના કારણે સામાન્ય વાહનચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડતો હોવાથી ક્રેન સાથે ટ્રાફિકને અડચણરૂપ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. વાયરલ વીડિયો અંગેની ગંભીરતાથી નોંધ લઈને જ્યારે સમગ્ર ઘટનાની ખરાઈ કરવામાં આવી ત્યારે વાસ્તવિકતા અલગ જ સામે આવી હતી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે વાયરલ વીડિયોમાં દેખાતી કાર પેટ્રોલિંગ ટીમના પહોંચ્યા પહેલાંથી જ એટલે કે સતત 1 કલાકથી તે જ રસ્તા પર પાર્ક કરેલી હતી. આટલા લાંબા સમયથી રસ્તા પર ઊભેલી કાર ટ્રાફિકના પ્રવાહને ભારે અડચણરૂપ બની રહી હતી, જેના કારણે જ નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ, ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા હેરાનગતિના આક્ષેપો પાયાવિહોણા છે અને ટ્રાફિક શિસ્ત જાળવવા માટે જ આ પગલું ભરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'જો ખેલેગા, વહીં ખીલેગા':39 ચેમ્પિયન્સની વચ્ચે PM મોદી, બનાવી 32 સેકન્ડની રીલ; કોમનવેલ્થ ગેમ્સના મેડલિસ્ટ્સને મળ્યા વડાપ્રધાન; ચોથા સ્થાને રહ્યું'તું ભારત
    Next Article
    રાજકોટમાં 12 પાસ મુન્નાભાઈ MBBS ઝડપાયો:ગોંડલ રોડ પર શિવ ક્લિનિક સીલ, 15 વર્ષ કમ્પાઉન્ડર તરીકે ફરજ બાદ પોતે જ ડોક્ટર બની ગયો !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment