Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ગાંજાના નેટવર્ક પર પોલીસ ત્રાટકી:સચિન GIDC અને અમરોલીમાંથી ₹2.30 લાખના મુદ્દામાલ સાથે બે પેડલર ઝડપાયા

    1 day ago

    સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા "નો ડ્રગ્સ ઇન સુરત સિટી" અભિયાન અંતર્ગત પોલીસે બે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી ગેરકાયદેસર નાર્કોટીક્સ ડ્રગ્સનું વેચાણ કરતા બે પેડલરોને પકડી પાડ્યા છે. સચિન GIDC અને અમરોલી પોલીસ મથકની ટીમો દ્વારા કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે કુલ 2.85 કિલોગ્રામ ગાંજો, રોકડ રકમ અને મોબાઈલ સહિત ₹2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સચિન GIDC: BRTS બસ સ્ટેન્ડ નજીકથી ઓડિશાનો આધેડ ગાંજા સાથે પકડાયો સચિન GIDC પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તલંગપુરથી સચિન રેલ્વે સ્ટેશન તરફ જતા રોડ પર આવેલા BRTS બસ સ્ટેન્ડ સામેના ખુલ્લા મેદાન નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી પોલીસે 51 વર્ષીય એસ. ટૂના નામના શખ્સને ઝડપી લીધો હતો. મૂળ ઓડિશાનો વતની અને હાલ સુરતના વેડરોડ પર ફૂટપાથ પર રહેતો આ શખ્સ ગાંજાનું વેચાણ કરવાના ઈરાદે ઊભો હતો. પોલીસે તેની પાસેથી ₹87,750ની કિંમતનો 1.775 કિલોગ્રામ ગાંજો જપ્ત કરી ગુનો નોંધ્યો છે. અમરોલી: ફ્લેટમાંથી ₹1.42 લાખના માલસામાન સાથે 19 વર્ષીય યુવક ઝબ્બે બીજા બનાવમાં અમરોલી પોલીસે મળેલી બાતમીના આધારે અમરોલી ગામમાં આવેલા આદેશ્વરનાથ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 307માં દરોડો પાડ્યો હતો. જ્યાંથી 19 વર્ષીય મુજમ્મીલ ઉર્ફે મુજુ ગોલ્ડન ફીરોજ કુરેશી ઝડપાઈ ગયો હતો. ફ્લેટમાંથી 1.070 કિલોગ્રામ ગાંજો (કિંમત ₹53,500), રોકડા ₹83,660, એક મોબાઈલ, ડિજિટલ વજનકાંટો અને પેકિંગ સામગ્રી મળીને કુલ ₹1,42,260નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે સુનીલ રાઠોડને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી મુજમ્મીલ અગાઉ પણ જુગારધારા અને જી.પી. એક્ટ હેઠળના ગુનાઓમાં સંડોવાયેલો છે. આ ગાંજાનો જથ્થો તે સુનીલ બાબુભાઈ રાઠોડ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો અને બંને સાથે મળીને વેપાર કરતા હતા. પોલીસે સુનીલ રાઠોડને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે. શહેરમાં ચોરીછૂપીથી ડ્રગ્સ ઘૂસાડીને વેચાણ કરતા નાના-મોટા પેડલરો સામે પોલીસે લાલ આંખ કરીને આખા નેટવર્કને મુળમાંથી ઉખાડી ફેંકવા તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કડીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલાએ નોંધાવી ફરિયાદ:દહેજ, પુત્રી જન્મના મેણાં અને સળગાવી દેવાની ધમકીનો આક્ષેપ
    Next Article
    બારામતી એરફિલ્ડ પર ટ્રેનર પ્લેન રનવે પરથી ઉતર્યું:2 લોકો સવાર હતા, કોઈ ઘાયલ નહીં; ડેપ્યુટી CM સુનેત્રાએ કહ્યું- વિમાનનું પૈડું ફસાઈ ગયું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment