Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી:બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

    1 day ago

    મહીસાગર જિલ્લામાં 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. કડાણા અને ખાનપુર તાલુકા સહિત વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા. આ પ્રસંગે કડાણા તાલુકાના મોટીરાઠ ગામે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું. આ કાર્યક્રમમાં વિવિધ ગામોના આદિવાસી સમાજના લોકો પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજમાં શિક્ષણનું મહત્વ વધારવા અને યુવાનોને વ્યસનમુક્ત જીવન અપનાવવા આહ્વાન કરાયું. મહિલાઓએ પરંપરાગત લોકગીતો પર આદિવાસી નૃત્ય રજૂ કર્યા હતા. આ ઉપરાંત, ખાનપુર તાલુકાના ઐતિહાસિક કાલેશ્વરી ધામ ખાતે પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા. અહીં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામૂહિક ઉજવણીમાં ભાગ લીધો હતો. સંતરામપુર તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મુસાફરના મળાશયમાં છુપાવેલી 422 ગ્રામ ગોલ્ડ પેસ્ટ ઝડપાઈ:કતાર એરવેઝની ફ્લાઈટમાં જેદાહથી અમદાવાદ આવતા કસ્ટમ્સે ઝડપી પાડ્યો, સોનાની બજાર કિંમત 66 લાખ
    Next Article
    દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં બબાલ:ચૈતર વસાવાના સમર્થકો, AAP નેતાઓએ વાહનોથી રેલીનો રસ્તો બ્લોક કર્યો; પથ્થરમારો થતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment