Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરના મળાશયમાં છુપાવેલી 422 ગ્રામ ગોલ્ડ પેસ્ટ ઝડપાઈ:કતાર એરવેઝની ફ્લાઈટમાં જેદાહથી અમદાવાદ આવતા કસ્ટમ્સે ઝડપી પાડ્યો, સોનાની બજાર કિંમત 66 લાખ

    1 day ago

    કતાર એરવેઝની ફ્લાઇટમાં આજે અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી અંદાજે 66 લાખનું સોનુ પકડાયું છે.મુસાફર ગોધરાનો રહેવાસી છે. મુસાફરની તલાશી લેવાતા શરીરના મળાશયમાંથી 422 ગ્રામ ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી. આ મુસાફર દાણચોરી કરીને કોના માટે સોનુ લાવ્યો હતો તે બદલ તેને કેટલી રકમ ચૂકવવામાં આવી હતી તે દિશામાં કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે. મુસાફર જેદાહથી અમદાવાદ આવ્યો હતો પેસેન્જરની પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સ અમદાવાદના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ના અધિકારીઓએ કતાર એરવેઝની ફ્લાઇટ નંબર QR-534 દ્વારા દોહા થઈને જેદ્દાહથી અમદાવાદ આવેલા એક યુવાન મુસાફર સરફરાઝ માલા (ગુજરાતના ગોધરાના રહેવાસી, 24 વર્ષીય)ને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન, આ મુસાફરના શરીરના મળાશયમાં 467.09 ગ્રામ સોનાની પેસ્ટ છુપાવેલી હોવાનું જણાયું હતું. ત્યારબાદ મળી આવેલી સોનાની પેસ્ટને 24 કેરેટ શુદ્ધતાના સોનાના બારમાં રૂપાંતરિત કરવામાં આવી હતી, જેનું વજન 422.83 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. તેની બજાર કિંમત Rs. 65, 69, 087 હતું. સોનાની દાણચોરી માટે આરોપીને 12,000 રૂપિયા મળ્યા હતા કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ આ સોનાનો બાર જપ્ત કરવામાં આવ્યો હતો. કસ્ટમ્સ એક્ટ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ મુસાફર સરફરાઝ માલાની ધરપકડ કરીને પ્રાથમિક તપાસમાં તેને ગોધરાના અલ્તાફે 12,000 રૂપિયા આપ્યા હતા. છતાં તે અગાઉ હૈદરાબાદ અને મુંબઈથી ગયો હતો પણ પહેલી વખત તે સોનું લઈને આવ્યો અને પકડાયો હોવાનું જણાવ્યું છે. છતાં કસ્ટમ વિભાગે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    CJIને યુનિવર્સિટી ઇવેન્ટમાં ચીફ ગેસ્ટ બનાવવાનો વિરોધ:હૈદરાબાદ લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બેરોજગારોને કોકરોચ કહેવાથી નારાજ; કહ્યું- નિર્ણય પર વિચાર કરો
    Next Article
    મહીસાગરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી:બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment