Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક ખેતી-નિકાસ અંગે સેમિનાર યોજાયો:ત્રિમંદિર ખાતે અપેડા અને આત્મા પ્રોજેક્ટનો કાર્યક્રમ; વઢવાણી મરચાં અને મસાલાની નિકાસ વધારાશે

    14 hours ago

    સુરેન્દ્રનગરના ત્રિમંદિર ખાતે આત્મા પ્રોજેક્ટ અને અપેડા (APEDA) ગુજરાતના સંયુક્ત ઉપક્રમે "પ્રાકૃતિક ખેતી પેદાશો અને તેની નિકાસની તકો" વિષય પર સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવા, ગુણવત્તાના ધોરણો અને સર્ટિફિકેશન પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદેશી બજારોમાં નિકાસ માટે ગુણવત્તા અને ટ્રેસેબિલિટી મહત્વની સેમિનારમાં અપેડાના રિજિયોનલ ઓફિસર સુબોધ શાહે ખેડૂતોને પ્રાકૃતિક પેદાશોની નિકાસ માટે પેકેજિંગ, ટ્રેસેબિલિટી, સર્ટિફિકેશન અને ગુણવત્તા જાળવણી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ્ય આયોજન અને ધોરણોના પાલનથી પ્રાકૃતિક કૃષિ પેદાશોને વૈશ્વિક બજારમાં ઉત્તમ માંગ અને યોગ્ય ભાવ મળી શકે છે. આ પ્રસંગે કૃષિ સખી અને સીઆરપી (CRP) બહેનોએ પણ સક્રિય ભાગીદારી નોંધાવી હતી. વઢવાણી મરચાં, જીરૂં અને મસાલા પાકોની નિકાસને અપાશે પ્રોત્સાહન આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાની ઓળખ સમાન વઢવાણી મરચાં, જીરૂં અને વિવિધ મસાલા પાકોની નિકાસ પ્રોત્સાહિત કરવાનો અભિગમ રજૂ કરાયો હતો. ખેડૂતોને સર્ટિફિકેશન સાથે જોડીને તેમની આવક વધારવાનો મુખ્ય હેતુ છે. પ્રાકૃતિક ખેડૂત નારાયણભાઈ લકુમે કપાસના મુખ્ય પાકમાં તાંદરજો, મેથી, મૂળા અને કાકડી જેવા આંતરપાક લઈ જમીનની ફળદ્રુપતા અને આવક વધારવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. બાયો ઇનપુટ્સ અને ઘનજીવામૃતના ઉપયોગથી જમીનની સુધારણા આત્મા પ્રોજેક્ટના ડિરેક્ટર ભરત પટેલે ખેડૂતોને ખરીફ ઋતુમાં વરસાદ બાદ દશપર્ણી અર્ક અને ઘનજીવામૃત જેવા બાયો ઇનપુટ્સનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેનાથી રાસાયણિક ઝેરી અસરો ઘટે છે અને જમીન ફળદ્રુપ બને છે. રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓના સંકલનથી સકારાત્મક પરિણામો રાજ્ય સરકાર, કૃષિ વિભાગ, આત્મા પ્રોજેક્ટ અને અપેડાના સંયુક્ત પ્રયાસોથી ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન મળી રહ્યું છે. જેનાથી પ્રાકૃતિક ખેતીને નવી દિશા મળવા સાથે ખેડૂતોની આવક વધારવા અને સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ અપાવવાનો માર્ગ વધુ સુગમ બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    લોહાણા મહાજન ચૂંટણી, મંદિર નિર્માણ અને હિસાબો અંગે વિવાદ!:જલારામ મંદિર વહીવટ અંગે પૂર્વ ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો, મહેન્દ્ર મશરૂએ કહ્યું- તમામ દાવા પાયાવિહોણા
    Next Article
    PM મોદીને મળવા પહોંચ્યા કોમનવેલ્થ ગેમ્સના મેડલિસ્ટ્સ:ભારતે 39 મેડલ જીત્યા હતા, મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment