Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોહાણા મહાજન ચૂંટણી, મંદિર નિર્માણ અને હિસાબો અંગે વિવાદ!:જલારામ મંદિર વહીવટ અંગે પૂર્વ ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો, મહેન્દ્ર મશરૂએ કહ્યું- તમામ દાવા પાયાવિહોણા

    15 hours ago

    જૂનાગઢમાં લોહાણા મહાજન અને જલારામ મંદિર નિર્માણ કાર્યને લઈને ભારે ઘમસાણ મચી ગયું છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સામે સમાજના જ લોકોએ ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. મહેન્દ્ર મશરૂ સામે સખત વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે અને હવે જલારામ મંદિરમાં પ્રવેશ તથા તેના નવનિર્માણના કામને લઈને મોટો વિવાદ સર્જાયો છે. પૂર્વ ધારાસભ્ય અને મહાજનના હોદ્દેદાર મહેન્દ્ર મશરૂ સામે સમાજના જ વિવિધ આગેવાનોએ સંસ્થાના વહીવટ, સત્તામોહ, નાણાકીય પારદર્શિતા અને ધાર્મિક કાર્યક્રમોમાં વિઘ્ન ઊભા કરવા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. જલારામ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા 4થી 5 વર્ષથી અટકેલું હોવાથી ભક્તોમાં ભારે રોષ છે. આક્ષેપ કરાપોનો દાવો છે કે ટ્રસ્ટી મંડળ નકશાના બહાને કામ લંબાવી રહ્યું છે, જ્યારે કરોડો રૂપિયાનું ભંડોળ હોવા છતાં નિર્માણ પૂર્ણ કરવામાં આવતું નથી. આથી ટ્રસ્ટ તાત્કાલિક નકશો જાહેર કરે અને કામ પૂર્ણ કરવાની ચોક્કસ ડેડલાઇન આપે તેવી માગણી ઊઠી છે. ‘હિસાબમાં પારદર્શિતા ન હોવાથી સમાજનો વિશ્વાસ ડગી ગયો’ ​નવનિર્માણ સમિતિના સભ્ય હિરેન તૈલીએ જણાવ્યું હતું કે, 2005 પછી લોહાણા મહાજનના કોઈ પ્રમુખની ચેરિટી કમિશનરમાં નોંધણી થઈ નથી અને 2008 પછી કોઈ ઓડિટ રિપોર્ટ પણ રજૂ કરાયો નથી. હિસાબ-કિતાબમાં પારદર્શિતા ન હોવાથી સમાજનો વિશ્વાસ ડગી ગયો છે. રામાયણનો સંદર્ભ આપતાં તેમણે ઉમેર્યું હતું કે રાજા દશરથે એક સફેદ વાળ આવતાં જ રામને ગાદી સોંપવાનો નિર્ણય લીધો હતો, જ્યારે મહેન્દ્રભાઈ મશરૂ ઉંમર વધવા છતાં સત્તા છોડવા તૈયાર નથી. જૂનાગઢની જનતાની જેમ સમાજ પણ ઝાકારો આપે તે પહેલાં તેમણે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લેવી જોઈએ. ‘​મંદિરમાં આરતી અને રામધૂન કરવા બાબતે પણ તેને રોકવામાં આવ્યા હતા’ મહેશ મુરારજીભાઈ વિઠ્ઠલાણીએ મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા ચાર-પાંચ વ્યક્તિઓ પર કરાયેલા આક્ષેપોનો વિરોધ કરતાં કહ્યું કે, તેઓ પોતાના ઘરે વિરાજમાન જલારામ મંદિરના પુજારી જગદીશભાઈ ત્રિવેદીને પૂછી લે કે ત્યાં કોનું યોગદાન છે. તેમણે આરોપ લગાવ્યો કે પ્રમુખ જાહેર મીડિયામાં અસત્ય વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને અન્ય તત્વોના હાથા બની રહ્યા છે. મંદિરમાં આરતી અને રામધૂન કરવા બાબતે પણ તેમને રોકવામાં આવ્યા હતા અને પતરાની બીજી તરફ જઈને બેસવા જણાવાયું હતું. તેઓ કોઈ ફંડ-ફાળો કે એક પણ રૂપિયો લીધા વિના ધાર્મિક સેવા કરી રહ્યા છે, તેમ છતાં વિઘ્નસંતોષીઓ દ્વારા વિક્ષેપ પાડવામાં આવી રહ્યો છે. 'મહાજનમાં બંધારણ સમિતિની રચના અને પ્રમુખની ચૂંટણી યોજવામાં આવે' ​મહાજનના સભ્ય ભાવેશ જીવાણીએ જણાવ્યું હતું કે, 12 જુલાઈ 2023ના રોજ સાધારણ સભા મળી હતી, પરંતુ વર્ષોથી પેન્ડિંગ પડેલી બંધારણ સમિતિની રચના અંગે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. મહેન્દ્રભાઈ મશરૂ પોતાનો હોદ્દો છોડવા માગતા નથી અને અન્ય કોઈને આગળ આવવા દેતા નથી. ભૂતકાળમાં કરાયેલી રજૂઆતોના કાગળો પણ ગાયબ કરી દેવાય છે અને વિરોધ કરનારાઓને હોદ્દા આપીને શાંત કરી દેવામાં આવે છે. તેમણે માંગ કરી હતી કે મહાજનમાં બંધારણ સમિતિની રચના કરવામાં આવે અને લોકશાહી ઢબે પ્રમુખની ચૂંટણી યોજવામાં આવે. મહેન્દ્ર મશરૂએ તમામ દાવા પાયાવિહોણા ગણાવ્યા આ તમામ ગંભીર આક્ષેપો સામે પૂર્વ ધારાસભ્ય અને મહાજનના આગેવાન મહેન્દ્રભાઈ મશરૂએ તમામ બાબતોને તદ્દન વાહિયાત અને પાયાવિહોણી ગણાવી છે. તેમણે જણાવ્યું કે કે 1952 માં વડવાઓએ બનાવેલા બંધારણ મુજબ જ તમામ કામગીરી ચાલી રહી છે. પ્રમુખપદ અંગે તેમણે કહ્યું કે તેઓ સ્વેચ્છાએ હોદ્દા પર નથી, પરંતુ સર્વાનુમતે તેમની પસંદગી કરવામાં આવી હોવાથી તેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. જલારામ મંદિર મોટો પ્રોજેક્ટ હોવાથી 8 મહિના કામ ચાલ્યા બાદ ચોમાસાના કારણે અટક્યું હતું અને એન્જિનિયરના જણાવ્યા મુજબ દશેરાથી ફરી શરૂ થવાની શક્યતા છે. ચેરિટી કમિશનરની મુદતમાં 20મી તારીખે હાજર થઈ ખુલાસો કરશે ​સર્વોદય બ્લડ બેંકના ફંડ અંગે મહેન્દ્રભાઈએ ખુલાસો કર્યો હતો કે, કરવેરા સલાહકાર ચંદુકાંતભાઈ લખાણી પાસેથી તેમના ધર્મપત્ની સરયૂબેનની યાદગીરી રૂપે 1 કરોડનું ફંડ મળ્યું હતું અને તે ચેક બ્લડ બેંકમાં જમા કરાવ્યો હતો. બ્લડ બેંકના નિભાવ માટે વધુ રકમની જરૂર હોવાથી કામ અટક્યું હતું, બાદમાં ગવર્નરના હુકમ મુજબ દરેક જિલ્લામાં રેડક્રોસની બ્લડ બેંક બનાવવાની હોવાથી કોર્પોરેશન મારફતે રેડક્રોસને એન.ઓ.સી. આપી જગ્યા વાપરવા સોંપાઈ છે. પહોંચમાં નિર્માણ ફંડને બદલે નિભાવ ફંડ કેવી રીતે લખાયું તેની તેમને જાણ નથી, જ્યારે ચેરિટી કમિશનરની મુદતમાં તેઓ 20મી તારીખે હાજર થઈ ખુલાસો કરશે. અંતમાં તેમણે દાવો કર્યો હતો કે આખા સમાજનો વિરોધ નથી પણ માત્ર પાંચ-સાત વ્યક્તિઓ જ વિરોધ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કલામંદિર જ્વેલર્સના શો-રૂમની સાઇટ પરથી ચોરી:25.82 લાખ રૂપિયાની કિંમતની 57 હાર્ડ ડિસ્ક ચોરી થઈ, સુરતની કંપનીના પ્રોજેક્ટ મેનેજર સામે પોલીસ ફરિયાદ
    Next Article
    સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક ખેતી-નિકાસ અંગે સેમિનાર યોજાયો:ત્રિમંદિર ખાતે અપેડા અને આત્મા પ્રોજેક્ટનો કાર્યક્રમ; વઢવાણી મરચાં અને મસાલાની નિકાસ વધારાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment