Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલામંદિર જ્વેલર્સના શો-રૂમની સાઇટ પરથી ચોરી:25.82 લાખ રૂપિયાની કિંમતની 57 હાર્ડ ડિસ્ક ચોરી થઈ, સુરતની કંપનીના પ્રોજેક્ટ મેનેજર સામે પોલીસ ફરિયાદ

    14 hours ago

    વડોદરા શહેરના જેતલપુર રોડ પર એચડીએફસી બેંક સામે આવેલા કલામંદિર જ્વેલર્સના નવા બની રહેલા શોરૂમની સાઇટ પરથી ₹25.82 લાખની કિંમતની 57 હાર્ડ ડિસ્ક ચોરી થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. શો-રૂમમાં CCTV સર્વેલન્સ સિસ્ટમ માટે સુરતની કંપની પાસેથી મંગાવવામાં આવેલી 'Seagate 16TB' ની આ તમામ હાર્ડ ડિસ્ક ગાયબ થઈ ગઈ હતી. બાદમાં કામગીરી માટે નવી હાર્ડ ડિસ્ક મંગાવવામાં આવતાં, તેમાંની 17 હાર્ડ ડિસ્કના સીરિયલ નંબર અગાઉ ચોરી થયેલી હાર્ડ ડિસ્ક સાથે સમાન નીકળતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે અકોટા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે. સુરતની કંપની પાસેથી ₹25.82 લાખની 57 હાર્ડ ડિસ્ક મંગાવાઈ હતી કલામંદિર જ્વેલર્સના આઈટી વિભાગમાં ફરજ બજાવતા સુરતના પ્રતિક રાજેશભાઈ શાહે નોંધાવેલી ફરિયાદ અનુસાર, વડોદરાના નવા શોરૂમમાં સીસીટીવી કેમેરા અને સ્ટોરેજ સિસ્ટમ બેસાડવા માટે સુરતની 'માઇક્રો હાર્ડ IT સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ' પાસેથી સાધનો ખરીદવાનું નક્કી કરાયું હતું. 13 માર્ચ, 2026ના પરચેસ ઓર્ડરથી ₹45,300ની એક એવી કુલ 57 'Seagate 16TB Exos Enterprise SAS HDD' મંગાવવામાં આવી હતી, જેની કુલ કિંમત ₹25,82,100 થતી હતી. આ માલ 11 એપ્રિલ, 2026ના રોજ કુરિયર મારફતે જેતલપુર રોડ સ્થિત સાઇટ પર સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યો હતો. 24 જુલાઈએ તપાસ કરતાં 57 હાર્ડ ડિસ્ક ગાયબ મળી શોરૂમમાં બાંધકામ ચાલુ હોવાથી સામગ્રી સાઇટ પર રાખવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે સીસીટીવી કેમેરા અને સ્ટોરેજ સિસ્ટમના ઇન્સ્ટોલેશનનું કામ શરૂ થયું, ત્યારે 24 જુલાઈ, 2026ના રોજ સામગ્રીની ચકાસણી કરતાં 57 હાર્ડ ડિસ્ક મળી આવી નહોતી. સાઇટ પર કામ કરતા પીએમસી (PMC)ના કર્મચારીઓ તથા આઈ.ટી. કંપનીના અધિકારીઓ સાથે તપાસ કરતાં હાર્ડ ડિસ્ક ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. નવી મંગાવેલી હાર્ડ ડિસ્કના સીરિયલ નંબર ચોરાયેલી ડિસ્ક સાથે મેચ થયા! 14 ઓગસ્ટ, 2026ના રોજ શો-રૂમનું ઉદ્ઘાટન હોવાથી જ્વેલરી શોરૂમની સુરક્ષા માટે નવી હાર્ડ ડિસ્ક મંગાવવાનો તાકીદનો નિર્ણય લેવાયો હતો. માઇક્રો હાર્ડ IT સોલ્યુશન દ્વારા 'IR Focus CCTV' મારફતે નવી હાર્ડ ડિસ્ક મંગાવવામાં આવી હતી. 4 ઓગસ્ટ, 2026ના રોજ ઇનવોઇસ સાથે આવેલી 17 હાર્ડ ડિસ્કના મોડલ અને સીરીયલ નંબર ચકાસતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ 17 હાર્ડ ડિસ્કના બેચ અને સીરિયલ નંબર 11 એપ્રિલે ચોરાયેલી 57 હાર્ડ ડિસ્ક પૈકીના જ હોવાનું બહાર આવ્યું હતું. પ્રોજેક્ટ મેનેજર સામે ચોરીની શંકા, પોલીસે તપાસ ચાલુ કરી આ અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં આ હાર્ડ ડિસ્ક 'ગોપી સિક્યુરિટી સિસ્ટમ' ના કૌશિક પટેલ અને તેમના માણસ જયદીપ સોલંકી મારફતે ચિરાગ પીપળીયા પાસેથી ખરીદવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. માઇક્રો હાર્ડ IT સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર ચિરાગ પીપળીયાએ એકલા હાથે અથવા સાઇટના કોઈ અન્ય વ્યક્તિની મદદથી આ 57 હાર્ડ ડિસ્કની ચોરી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. અકોટા પોલીસે ફરિયાદના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં LJP રામવિલાસની પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે:બેઠકમાં ચિરાગ પાસવાન પણ ખાસ હાજરી આપશે, પ્રદેશ પ્રમુખે કહ્યું- ગુજરાતમાં ગઠબંધનમાં ટિકિટ મળશે તો ચૂંટણી લડીશું
    Next Article
    લોહાણા મહાજન ચૂંટણી, મંદિર નિર્માણ અને હિસાબો અંગે વિવાદ!:જલારામ મંદિર વહીવટ અંગે પૂર્વ ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો, મહેન્દ્ર મશરૂએ કહ્યું- તમામ દાવા પાયાવિહોણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment