Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં LJP રામવિલાસની પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે:બેઠકમાં ચિરાગ પાસવાન પણ ખાસ હાજરી આપશે, પ્રદેશ પ્રમુખે કહ્યું- ગુજરાતમાં ગઠબંધનમાં ટિકિટ મળશે તો ચૂંટણી લડીશું

    10 hours ago

    લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના વડોદરા શહેર અને જિલ્લા સંગઠન દ્વારા દશામાના પવિત્ર વ્રત નિમિત્તે શ્રદ્ધાળુઓ માટે દશામાની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ આશિષ પટેલે ખાસ હાજરી આપી હતી અને સાથે જ ગુજરાતમાં પાર્ટીના ભવિષ્યના રાજકીય આયોજનો તથા ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. ગરીબ અને જરૂરિયાતમંદ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક મૂર્તિ વિતરણ વડોદરા શહેર પ્રમુખ મહેશ સોલંકી દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંગે વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, દશામાના વ્રતમાં જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો નાણાકીય મુશ્કેલીના કારણે મૂર્તિ ખરીદી શકતા નથી, તેઓ પણ ખૂબ જ શ્રદ્ધા અને ભાવપૂર્વક આ વ્રત તથા પૂજા-અર્ચના કરી શકે તે હેતુથી આ નિઃશુલ્ક સેવા યજ્ઞ યોજવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ આશિષ પટેલે શહેર સંગઠનના આ પ્રજાલક્ષી કાર્યને બિરદાવી ભવિષ્યમાં પણ આવા કાર્યો માટે પૂરો સાથ-સહકાર આપવાની ખાતરી આપી હતી. સક્ષમ ઉમેદવાર હશે તો બેઠકની માગણી કરી ગઠબંધનમાં ચૂંટણી લડીશું: આશિષ પટેલ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડવા અંગે વાત કરતાં પ્રદેશ પ્રમુખ આશિષ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, હાલમાં ચૂંટણી કે બેઠકો અંગે કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. જોકે, પાર્ટીના રાષ્ટ્રીય નેતા ચિરાગ પાસવાન સાથે થયેલી ચર્ચા મુજબ જો યોગ્ય અને સક્ષમ ઉમેદવારો મળશે, તો ચોક્કસપણે બેઠકોની માગણી કરવામાં આવશે અને ગઠબંધન હેઠળ ટિકિટ મળશે તો ચૂંટણી લડાશે. આગામી મહિને અમદાવાદમાં પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે તેમણે વધુમાં જાહેરાત કરી હતી કે, પાર્ટીની પ્રદેશ કારોબારીની મહત્વની બેઠક આગામી મહિને અમદાવાદ ખાતે યોજાવાની છે. આ બેઠકમાં લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ખાસ ઉપસ્થિત રહેશે, જેમાં ગુજરાતમાં સંસ્થાકીય માળખું મજબૂત કરવા તથા આગામી રાજકીય વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ડાંગના ભોવાન રાઠોડે માઉન્ટ યુનમ સર કર્યું:6,111 મીટર ઊંચા શિખર પર તિરંગો લહેરાવ્યો,10 માંથી 4 સ્પર્ધકો જ પહોંચી શક્યા; માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો લક્ષ્યાંક
    Next Article
    કલામંદિર જ્વેલર્સના શો-રૂમની સાઇટ પરથી ચોરી:25.82 લાખ રૂપિયાની કિંમતની 57 હાર્ડ ડિસ્ક ચોરી થઈ, સુરતની કંપનીના પ્રોજેક્ટ મેનેજર સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment