Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગના ભોવાન રાઠોડે માઉન્ટ યુનમ સર કર્યું:6,111 મીટર ઊંચા શિખર પર તિરંગો લહેરાવ્યો,10 માંથી 4 સ્પર્ધકો જ પહોંચી શક્યા; માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો લક્ષ્યાંક

    9 hours ago

    ડાંગ જિલ્લાના સાહસિક પર્વતારોહક ભોવાન રાઠોડે હિમાચલ પ્રદેશના લાહૌલ વિસ્તારમાં આવેલા 6,111 મીટર ઊંચા ‘માઉન્ટ યુનમ’ શિખરને સફળતાપૂર્વક સર કરીને ટોચ પર તિરંગો લહેરાવ્યો છે. અત્યંત વિષમ અને કઠિન હવામાન વચ્ચે આ સિદ્ધિ મેળવીને તેમણે ડાંગ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 10 માંથી માત્ર 4 પર્વતારોહકો જ શિખર સુધી પહોંચી શક્યા આ પર્વતારોહણ અભિયાનમાં કુલ 10 સાહસિક પર્વતારોહકો જોડાયા હતા, જેમાંથી કાતિલ ઠંડી, ઓક્સિજનની અછત, તેજ પવન અને કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓનો સામનો કરીને માત્ર 4 પર્વતારોહકો જ સફળતાપૂર્વક ટોચ સુધી પહોંચી શક્યા હતા. પર્વતારોહણ ક્ષેત્રે ભોવાન રાઠોડની આ સાતમી મોટી સિદ્ધિ છે. આગામી લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટ પર સૌથી મોટો તિરંગો લહેરાવવાનો ડાંગ જેવા આદિવાસી અને પર્વતીય વિસ્તારમાંથી આવીને હિમાલયના ઊંચા શિખરો સર કરનાર ભોવાન રાઠોડ યુવાનો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. તેમની આગામી યોજના વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરીને તેના પર દેશનો સૌથી મોટો તિરંગો લહેરાવવાની છે. સહયોગીઓ અને દાતાઓનો વ્યક્ત કર્યો આભાર આ કઠિન સાહસિક આયોજનને સફળ બનાવવા માટે વિજયભાઈ પટેલ, રાજેશભાઈ ગામીત, સ્નેહલ ઠાકરે, મંગળભાઈ ગાવિત, રાજુભાઈ આહીર, અભિષેક ભાલેરાવ, હરિરામભાઈ સાવંત અને જશોદા અમલી સહિતના સહયોગીઓએ આર્થિક તેમજ નૈતિક સહયોગ પૂરો પાડ્યો હતો, જે બદલ ભોવાન રાઠોડે સૌનો આભાર માન્યો હતો. બારાલાચા લા પાસ નજીક આવેલું છે કઠિન 'માઉન્ટ યુનમ' હિમાચલ પ્રદેશના લાહૌલ વિસ્તારમાં મનાલી–લેહ માર્ગ પર આવેલું 'માઉન્ટ યુનમ' શિખર બારાલાચા લા પાસ નજીક છે. તેનો બેઝ કેમ્પ ભારતપુર વિસ્તારમાં છે અને જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન અહીં પર્વતારોહણ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    પાવીજેતપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી:ઉત્સાહ અને ઉમંગ સાથે પરંપરાગત રેલીથી ગુંજ્યું શહેર, સ્વ.મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અપાઈ
    Next Article
    અમદાવાદમાં LJP રામવિલાસની પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે:બેઠકમાં ચિરાગ પાસવાન પણ ખાસ હાજરી આપશે, પ્રદેશ પ્રમુખે કહ્યું- ગુજરાતમાં ગઠબંધનમાં ટિકિટ મળશે તો ચૂંટણી લડીશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment