Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવીજેતપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી:ઉત્સાહ અને ઉમંગ સાથે પરંપરાગત રેલીથી ગુંજ્યું શહેર, સ્વ.મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અપાઈ

    7 hours ago

    પાવીજેતપુર ખાતે 9 ઓગસ્ટના રોજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રદ્ધાંજલિ સભા, પરંપરાગત રેલી, આદિવાસી નૃત્ય સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત વેશભૂષામાં વિશાળ રેલી ત્યારબાદ પાવીજેતપુરના ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલથી રતનપુર સેવા સદન સુધી વિશાળ પરંપરાગત રેલી યોજાઈ હતી. રેલીમાં સમાજના લોકો ખમ્મીસ, ધોતિયું અને પાઘડી સહિતની પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા. સાથે પરંપરાગત વાજિંત્રો પણ વગાડવામાં આવ્યા હતા. આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી રેલી દરમિયાન ડીજેના તાલે ટીમલી સહિતના પરંપરાગત આદિવાસી નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. યુવાનો સહિત સમાજના લોકોએ નૃત્યમાં ભાગ લઈ ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. જેના કારણે સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું. પાવીજેતપુર સ્વામિનારાયણ મંદિર નજીક સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન પરંપરાગત વેશભૂષા, વાજિંત્રો, નૃત્ય અને રેલીના કારણે પાવીજેતપુરમાં આદિવાસી સંસ્કૃતિની સુંદર ઝલક જોવા મળી હતી. મહાનુભાવોની પ્રતિમાને પુષ્પહાર અર્પણ રેલી દરમિયાન બિરસા મુંડા, મહાત્મા ગાંધીજી અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને નમન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી સમાજે પોતાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવાની સાથે શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે આગળ વધવાનો સંદેશ પણ આપ્યો હતો. સ્વ.મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અપાઈ કાર્યક્રમની શરૂઆત આદિવાસી સમાજના લોકોએ પોતાના ગામના દેવસ્થાન ખાતે દર્શન કરીને કરી હતી. ત્યારબાદ સવારે 10થી 12 વાગ્યા દરમિયાન સ્વ. મોહનસિંહ રાઠવાની યાદમાં શ્રદ્ધાંજલિ અને શોકસભા યોજાઈ હતી. ઉપસ્થિત લોકોએ સ્વ. મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમના અંતિમ તબક્કામાં આદિવાસી સમાજના હક્કો અને અધિકારો અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Women Reservation Bill पर केंद्र को Shiromani Akali Dal के समर्थन के बाद Kiren Rijiju का बयान | BJP
    Next Article
    ડાંગના ભોવાન રાઠોડે માઉન્ટ યુનમ સર કર્યું:6,111 મીટર ઊંચા શિખર પર તિરંગો લહેરાવ્યો,10 માંથી 4 સ્પર્ધકો જ પહોંચી શક્યા; માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો લક્ષ્યાંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment