Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંપતીના સગાઓ જ ફૂટપાથ પર બન્યા કાળ:રાત્રે પોણા બે વાગ્યે પાવભાજી નજીક બેઠેલા વૃદ્ધ દંપતી પર પાઇપથી હુમલો, દંપતી હોસ્પિટલમાં દાખલ

    9 hours ago

    ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ પાસે ફૂટપાથ પર રહેતા વૃદ્ધ દંપતી પર અગાઉના ઝઘડા અને પૈસાની ઉઘરાણીની અદાવત રાખીને તેમના જ કૌટુંબિક સાત શખસોએ લોખંડની પાઇપ તથા ઢીકાપાટુ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધ દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પૈસાની ઉઘરાણીની અદાવતમાં રાત્રે આવીને હુમલો કર્યો બનાવની વિગતો અનુસાર, ગંગનાથ મંદિર નજીક પથિકા આશ્રમ પાસે ફૂટપાથ પર રહી શાકભાજીનો વ્યવસાય કરતા 60 વર્ષીય મીરાબેન રૂપાભાઈ પરમારે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અગાઉ સીદસર વારિયા વિસ્તારમાં કૌટુંબિક સંબંધીઓ સાથે ઝઘડો થયો હતો. આ શખ્સો ખર્ચના પૈસા પેટે અવારનવાર નાણાં માંગતા હતા. દંપતી પાસે પૈસા ન હોવાથી તેમણે પૈસા આપ્યા ન હતા, જેની દાઝ રાખીને ગતરોજ દોઢથી પોણા બે વાગ્યાના અરસામાં દિલબહાર પાવભાજી નજીક બેઠેલા વૃદ્ધ દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો. ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં 7 સામે નામજોગ ફરિયાદ આરોપીઓએ વૃદ્ધ દંપતીને ગાળો આપી લોખંડની પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મીરાબેનની ફરિયાદના આધારે પોલીસે કૌટુંબિક શખ્સો વિઘા, મહેશ, રવિ, મનીષ, મુકેશ, મનોજ અને મેહુલ (તમામ રહે. ભાવનગર) સામે BNS એક્ટની કલમ 115(2), 352, 54, 351(3) તથા જીપી એક્ટ કલમ-135 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ ભાજપના સાંસદે ખરીદેલી જમીનનો વિવાદ:હિરાસર પાસે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહને મળેલી 17 વિઘા જમીનના વેંચાણ સામેનો વાંધો કલેકટરે ફગાવ્યો
    Next Article
    નવસારીમાં ટ્રેક પરથી મળેલી સગીરા બચાવાઈ:પોલીસ વતન મૂકવા જશે; માતાના ઠપકાથી નારાજ સગીરા બિહારથી ભાગી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment