Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ટ્રેક પરથી મળેલી સગીરા બચાવાઈ:પોલીસ વતન મૂકવા જશે; માતાના ઠપકાથી નારાજ સગીરા બિહારથી ભાગી હતી

    8 hours ago

    નવસારી રેલવે સ્ટેશન નજીક મુંબઈ-અમદાવાદ મેઈન લાઈન પર ઝાડીઓમાંથી અકસ્માતે પટકાયેલી બિહારની 15 વર્ષીય સગીરાને રેલવે પોલીસે બચાવી લીધી છે. સિવિલ હોસ્પિટલમાં જરૂરી સારવાર બાદ તેને હાલ સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાંથી સ્વસ્થ થયા બાદ રેલવે પોલીસની ટીમ તેને બિહારના વતન પહોંચાડશે. માતાના ઠપકાથી નારાજ થઈ ઘરેથી નીકળી ગઈ હતી પોલીસ તપાસમાં સામે આવ્યું કે બિહારના બતિયા જિલ્લામાં ધોરણ 8માં ભણતી સગીરાનો 5 ઓગસ્ટે મોબાઈલ વાપરવા બાબતે માતા સાથે ઝઘડો થયો હતો. તેનાથી નારાજ થઈને તે 6 ઓગસ્ટે ઘર છોડી સુરત આવવા ટ્રેનમાં બેસી ગઈ હતી અને 7 ઓગસ્ટની રાત્રે સુરત પહોંચી હતી. ટ્રેન બદલવાની ભૂલમાં નવસારી પાસે બની ઘટના સુરત પહોંચી મામાના દીકરા સાથે વાત કર્યા બાદ તે હિમાચલ જવાના બદલે ભૂલથી મુંબઈ તરફ જતી ટ્રેનમાં ચડી ગઈ હતી. ત્યારબાદ ભાઈના કહેવાથી વલસાડ કે વાપી ઉતરીને પરત સુરત આવતી લોકલ ટ્રેનમાં બેઠી હતી. આ મુસાફરી દરમિયાન નવસારી સ્ટેશન નજીક તે ચાલુ ટ્રેને અકસ્માતે નીચે પટકાઈ હતી. 108 મારફતે સારવાર અપાઈ, પરિજનોને બોલાવાયા ઘટનાની જાણ થતાં જ GRP પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે બેભાન સગીરાને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. સગીરાના મોબાઈલ પરથી પરિજનોનો સંપર્ક કરી તેમને બિહારથી નવસારી બોલાવાયા છે. રેલવે પોલીસે સગીરા કઈ રીતે નીચે પટકાઈ તે અંગે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દંપતીના સગાઓ જ ફૂટપાથ પર બન્યા કાળ:રાત્રે પોણા બે વાગ્યે પાવભાજી નજીક બેઠેલા વૃદ્ધ દંપતી પર પાઇપથી હુમલો, દંપતી હોસ્પિટલમાં દાખલ
    Next Article
    Shaheen Bagh के मुसलमान कीचड़ रह रहे हैं! Water Logging | Delhi Rain | Delhi-NCR Drainage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment