Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા તંત્રનાં સ્વચ્છતાનાં દાવાઓ પોકળ:રાજકોટનાં શ્રીરામ બ્રીજ નીચે રામ સહિતનાં ભગવાનનાં આકર્ષક ચિત્રો નીચે કચરાનાં ઢગલા, અનેક ચિત્રો નજીક ગંદકીનાં ગંજ જોવા મળ્યા

    10 hours ago

    રાજકોટ મનપા દ્વારા સ્વચ્છતા માટે અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા હોવાના દાવાઓ કરવામાં આવે છે. અવારનવાર નેતાઓ સફાઈ કરતા હોય તેવા ફોટાઓ પડાવીને સ્વચ્છતા માટે સતત કાર્યરત હોવાનાં બણગા ફૂંકતા હોય છે. જોકે હકીકતમાં શહેરનાં મુખ્ય માર્ગોમાં પણ યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી. હાલમાં રાજકોટનાં પોષ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ ખાતેનાં શ્રીરામ બ્રીજ નીચે કચરાના ઢગલા જોવા મળ્યા છે. આ બ્રીજની સુંદરતા વધારવા ચિત્રનગરી દ્વારા ભગવાન શ્રી રામનાં જીવન પ્રસંગો વર્ણવતા ચિત્રો બનાવાયા છે. આ ચિત્રો નીચે પણ કચરાનાં ઢગલા અને ગંદકીનાં ગંજ જોવા મળતા મનપા તંત્રનાં સ્વચ્છતાનાં દાવાઓ પોકળ સાબિત થયા છે. પ્રાપ્ત વિગત મુજબ જનરલ બોર્ડની બેઠકોમાં કોર્પોરેટરો દ્વારા શહેરમાં ઠેર-ઠેર વ્યાપેલી ગંદકીના મુદ્દે તડાપીટ બોલાવવામાં આવે છે, પરંતુ નેતાઓ માત્ર વાતો કરીને ભૂલી જાય છે. બીજી તરફ, હવેથી શહેરમાં ક્યાંય પણ કચરાના ઢગલા નહીં જોવા મળે તેવી બોર્ડમાં ખાતરી આપનારા અધિકારીઓ પણ તદ્દન નિંભર બની ગયા છે. કાલાવાડ રોડ જેવા ધમધમતા મુખ્ય માર્ગ પર આવેલા રામ બ્રિજ નીચે ભગવાનના ચિત્રોની બિલકુલ નજીક જ કચરાના મોટા ઢગલા અને ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે. દરરોજ લાખો નાગરિકો જ્યાંથી પસાર થાય છે અને મહાપાલિકા જેને 'ગૌરવ પથ' તરીકે ઓળખાવે છે, તેવા મહત્વના ચારરસ્તા પર જ આવી ગંભીર દુર્દશા જોવા મળી રહી છે. જન સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન બની ગયેલા અધિકારીઓના ધ્યાનમાં આ દ્રશ્યો આવતા નથી. જો શહેરના સૌથી પોશ અને ગૌરવવંતા ગણાતા મુખ્ય વિસ્તારમાં આવી ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતી હોય, તો શહેરના અંતરિયાળ વિસ્તારો અને સામાન્ય વોર્ડની હાલત કેટલી હદે બદતર હશે તેની સહજ કલ્પના કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ગાર્બેજ કલેક્શનના ખર્ચમાં મસમોટો ઉછાળો જોવા મળ્યો છે. મહાપાલિકા દ્વારા ગત વર્ષે ગાર્બેજ કલેક્શનનો ખર્ચ શંકાસ્પદ રીતે રૂ. 35 કરોડથી વધારીને રૂ. 120 કરોડે પહોંચાડી દેવામાં આવ્યો હતો. સમગ્ર શહેરને તદ્દન ચોખ્ખુંચણાંક રાખવાના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉત્કૃષ્ટ ક્રમાંક મેળવવા માટે માત્ર સલાહ અને કન્સલ્ટન્સી ખરીદવા પાછળ પણ કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યું છે. છતાં, વાસ્તવિક ધરાતલ પર મહાપાલિકાનું તંત્ર સ્વચ્છતા જાળવવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આલિયાવાડા-જામનગર ડબલ રેલલાઈન પર પેસેન્જર ટ્રેનોને મંજૂરી:123 કિમી પ્રતિ કલાકની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ બાદ રેલવે સુરક્ષા કમિશનરે મંજૂરી આપી, ટૂંક સમયમાં દોડશે ટ્રેનો
    Next Article
    ચાણસ્મા હાઇવે પરથી 2.5 લાખનો વોડાફોન કેબલ ચોરાયો:સાંઇબાબા મંદિર નજીકથી 4000 મીટર ડ્રમ ચોરાતા ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment