Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મંડપ બાંધતી વખતે યુવકે હોબાળો મચાવ્યો:અહીં ગણપતિ નહીં બેસાડવાના કહી સોસાયટી પ્રમુખ સાથે ઝઘડો કર્યા બાદ ગળામાંથી 1.23 લાખની સોનાની ચેઇનની લૂંટ, વચ્ચે છોડાવવા આવેલા બે યુવકોને પણ માર માર્યો

    3 days ago

    વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં ગણપતિ સ્થાપનાની તૈયારી દરમિયાન સોસાયટીમાં મંડપ બાંધતા હતા, ત્યારે પ્રમુખ સાથે એક યુવકે અહીં ગણપતિ નહીં બેસાડવાના કહી ઝઘડો કર્યો હતો. દરમિયાન પ્રમુખના ગળામાંથી રૂ.1.23 લાખની સોનાની ચેઇન ખેંચી લીધા બાદ વચ્ચે પડેલા બે રહીશોને પણ માર મારવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના આજવા રોડ પર આવેલી શિવમ પાર્ક સોસાયટીમાં દિપકભાઈ દિલીપભાઈ સોલંકી સોસાયટીના પ્રમુખ તરીકે કાર્યરત છે અને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં.15ની સેનેટરી શાખામાં સફાઈ સેવક તરીકે ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.8 સપ્ટેમ્બરની રાત્રે આશરે એક વાગ્યાના સુમારે દિપકભાઈ સોસાયટીના અન્ય રહીશો સાથે ગણપતિ સ્થાપના માટે મંડપ બાંધી રહ્યા હતા. તે દરમિયાન સોસાયટીના એફ/59 મકાનમાં ભાડેથી રહેતો કુણાલ અંબાલાલ સોલંકી અન્ય વ્યક્તિઓ સાથે ત્યાં આવ્યો હતો. તેણે તમે અહીં ગણપતિ સ્થાપના કેમ કરો છો અહીં ગણપતિ નહીં બેસાડવાના તેમ કહી દિપકભાઈ સાથે બોલાચાલી શરૂ કરી હતી. આ દરમિયાન મામલો ઉગ્ર બનતાં કુણાલે દિપકભાઈ સાથે ઝપાઝપી કરી તેમના ગળામાં પહેરેલી 17.690 ગ્રામ વજનની 1.23 લાખ રૂપિયાની સોનાની ચેઇન ખેંચી લીધી હતી. દિપકભાઈએ ગાળો બોલવાની ના પાડતાં તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ જગદીશભાઈ સોલંકી અને કૌશીકભાઈ જગદીશભાઈ સોલંકી વચ્ચે છોડાવવા પડતાં બંનેને ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ આરોપી ત્યાંથી નાસી ગયો હતો.આ ઘટના બાદ પણ કુણાલ સોલંકી વારંવાર ફોન કરીને દિપકભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. બાપોદ પોલીસે કુણાલ સોલંકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Srihari Natraj In Men's 50m Backstroke Finals; Success For India In Sepaktakraw
    Next Article
    પૂનમ માડમ હજારો યુવાનો સાથે ઝૂમ્યા:જામનગરમાં 'નમો નાદ' સંગીત સંધ્યામાં કહ્યું- વરસાદ થતો હોય તો 100 આયોજન કુરબાન; ઈશાની-હાર્દિક દવે અને રાજ ગઢવીની રમઝટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment