Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્મા હાઇવે પરથી 2.5 લાખનો વોડાફોન કેબલ ચોરાયો:સાંઇબાબા મંદિર નજીકથી 4000 મીટર ડ્રમ ચોરાતા ગુનો નોંધાયો

    9 hours ago

    ચાણસ્મા હાઇવે પરથી વોડાફોન કંપનીનો રૂ. 2.50 લાખની કિંમતનો 4000 મીટર નેટ કેબલ વાયરનું ડ્રમ ચોરાઈ ગયું છે. આ ઘટના ચાણસ્મા હાઇવે રોડ પર રેલ્વે ફાટક નજીક આવેલા સાંઇબાબા મંદિર પાસેથી બની હતી. અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. રાધનપુર તાલુકાના મઘાપુર ગામના વતની અને વોડાફોન કંપનીના પેટા કોન્ટ્રાક્ટર ધરમસિંહ પાંચાભાઇ ઠાકોરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 15 થી 20 દિવસથી મહેસાણા રોડ પર વડાવલી ત્રણ રસ્તા, ચાણસ્મા હાઇવે સર્કલ ખાતે વોડાફોન કંપની દ્વારા નેટ કેબલ જમીનમાં નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી માટે આશરે 4000 મીટર કેબલ વાયર ધરાવતું એક ગોળ ડ્રમ સાંઇબાબા મંદિર તરફ મૂકવામાં આવ્યું હતું. ગત તા. 30/07/2026 ના રાત્રિના 8:00 વાગ્યાથી તા. 31/07/2026 ના સવારના 8:00 વાગ્યા દરમિયાનના સમયગાળામાં કોઈ અજાણ્યો ચોર ઇસમ રૂ. 2,50,000ની કિંમતનું આ ડ્રમ ચોરીને ફરાર થઈ ગયો હતો. ચોરીની જાણ થતાં કોન્ટ્રાક્ટર અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી, પરંતુ ચોર કે ચોરી અંગે કોઈ માહિતી મળી ન હતી. આખરે, ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર નવીનચંદ્ર પંડ્યાને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    મનપા તંત્રનાં સ્વચ્છતાનાં દાવાઓ પોકળ:રાજકોટનાં શ્રીરામ બ્રીજ નીચે રામ સહિતનાં ભગવાનનાં આકર્ષક ચિત્રો નીચે કચરાનાં ઢગલા, અનેક ચિત્રો નજીક ગંદકીનાં ગંજ જોવા મળ્યા
    Next Article
    લણવામાં બંધ મકાનમાંથી 50,000ની ચોરી:તિજોરીનું લોક તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment