Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંઘણજમાં બ્રિટિશ અને ગાયકવાડ કાળનું સર્કિટ હાઉસ બન્યું ખંઢેર:યોગ્ય નિભાવણી અને રિનોવેશન કરવા ગ્રામજનોની માગ

    1 day ago

    મહેસાણા જિલ્લાના સુવિધાસભર ગામોમાં ગણાતા લાંઘણજમાં આવેલું અંગ્રેજો અને ગાયકવાડ શાસન સમયનું ઐતિહાસિક સર્કિટ હાઉસ આજે તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બન્યું છે. એક સમયે સરકારી વહિવટનું મુખ્ય કેન્દ્ર ગણાતું આ મકાન આજે યોગ્ય જાળવણીના અભાવે પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. કડી પ્રાંત સમયનું વહિવટી કેન્દ્ર આજે બિનઉપયોગી જ્યારે કડી પ્રાંત અમલમાં હતો ત્યારે કલેક્ટર, પ્રાંત અને મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીઓ મહત્વના કેસો ચલાવવા અને સરકારી કામકાજ માટે ખાસ આ સર્કિટ હાઉસ ખાતે રોકાતા હતા. સમય જતાં મહેસાણા પ્રાંત બનતાં તેનો સત્તાવાર ઉપયોગ બંધ થઈ ગયો. હાલ જિલ્લા પંચાયત હસ્તક હોવા છતાં યોગ્ય દેખરેખના અભાવે તે બિનઉપયોગી બની ગયું છે. 3થી 4 વીઘાની કિંમતી જગ્યામાં ફેલાયેલી મિલકત ધોળા દિવસે નાશ પામી રહી છે અંદાજે 3થી 4 વીઘાના વિશાળ પરિસરમાં ફેલાયેલા આ સર્કિટ હાઉસની છત, બારી અને બારણાં તૂટી ગયાં છે. બિલ્ડિંગ એટલી હદે જર્જરિત થઈ ગયું છે કે તેનો ઉપયોગ પશુઓ બાંધવા અને ખેતીનો સામાન મૂકવા માટે થઈ રહ્યો છે. સ્થાનિક અગ્રણી રમણભાઈ પટેલે વ્યથા ઠાલવતાં જણાવ્યું કે, હાલ અહીં માત્ર એક ચોકીદાર રહે છે અને તંત્રના એન્જિનિયરો દ્વારા મિલકતની કોઈ સરભરા કરવામાં આવતી નથી. તાત્કાલિક રિનોવેશન કરી સરકારી કે જાહેર ઉપયોગમાં લેવા માગ ગામલોકો અને સ્થાનિક અગ્રણીઓ માગણી કરી રહ્યા છે કે આ કિંમતી સરકારી મિલકતનું તાત્કાલિક રિનોવેશન કરવામાં આવે. જો આ ઐતિહાસિક મકાનને પુનઃ જીવંત કરી સરકારી કે જાહેર કામકાજ માટે ઉપયોગમાં લેવાય, તો સરકારી મિલકતનો વ્યય અટકે અને ગામને ફરી એકવાર સુવિધાસભર વહિવટી મથક મળી રહે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં સુંદરકાંડનું ધાર્મિક આયોજન:લોહાણા મહાજનના અગ્રણીઓ જોડાયા, રામદૂત પરિવારે કર્યું આયોજન
    Next Article
    નવસારીમાં 3,800 કુપોષિત બાળકો માટે ઝુંબેશ:સી.આર. પાટીલે સુપોષણ કીટ વિતરણનો પ્રારંભ કરાવ્યો; વિધવા પેન્શનના ફોર્મ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment