Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં સુંદરકાંડનું ધાર્મિક આયોજન:લોહાણા મહાજનના અગ્રણીઓ જોડાયા, રામદૂત પરિવારે કર્યું આયોજન

    1 day ago

    વેરાવળમાં શ્રી રામદૂત સુંદરકાંડ પરિવાર દ્વારા લોહાણા મહાજનના મંત્રી જીતેન્દ્ર ખખ્ખરના યજમાન પદે સુંદરકાંડનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લોહાણા મહાજન વાડી, સટ્ટા બજાર ખાતે યોજાયો હતો, જેમાં મહાજનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અનેક અગ્રણીઓએ ભાગ લીધો હતો. આ ધાર્મિક કાર્યક્રમ સાંજે છ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી ચાલ્યો હતો. આ પ્રસંગે બહેનો દ્વારા ભક્તિમય સંગીતમાં રાસ-ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. યજમાનની ઈચ્છા અનુસાર આમંત્રિત મહેમાનો, પરિવારજનો અને સ્નેહીજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. વેરાવળના રામદૂત સુંદરકાંડ પરિવારના કથા વાચક શાસ્ત્રીજી કલ્પેશભાઈ મહેતા દ્વારા સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથના વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં કલ્પેશભાઈ મહેતા છેલ્લા ઘણા વર્ષોથી ગૌ કથા, રામાયણ, ગીતાજી અને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું સંગીતમય વાતાવરણમાં આયોજન કરે છે. તેઓ ગૌશાળા કે સાર્વજનિક લાભાર્થીના આયોજનમાં કોઈ પણ દક્ષિણા વગર કથા કરતા હોય છે. આ પ્રસંગે લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના સહિત શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, રાજકીય અને સામાજિક ક્ષેત્રના નિમંત્રિત મહેમાનોએ ભક્તિમય વાતાવરણમાં સુંદરકાંડનું પઠન કરી ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    शेफ विकास खन्ना के न्यूयॉर्क वाले रेस्टोरेंट बंगलो का इनसाइड वीडियो, शाहरुख खान को लगता है मंदिर जैसा
    Next Article
    લાંઘણજમાં બ્રિટિશ અને ગાયકવાડ કાળનું સર્કિટ હાઉસ બન્યું ખંઢેર:યોગ્ય નિભાવણી અને રિનોવેશન કરવા ગ્રામજનોની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment