Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 3,800 કુપોષિત બાળકો માટે ઝુંબેશ:સી.આર. પાટીલે સુપોષણ કીટ વિતરણનો પ્રારંભ કરાવ્યો; વિધવા પેન્શનના ફોર્મ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલાવ્યા

    1 day ago

    નવસારી જિલ્લામાં કુપોષણ નાબૂદ કરવાના હેતુથી ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા બિયર ફાર્મ ખાતેથી સઘન સુપોષણ કીટ વિતરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના 3,800 કુપોષિત બાળકો અને જરૂરિયાતમંદ સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર કીટ વહેંચવાની શરૂઆત કરાઈ છે. દર અઠવાડિયે કીટ આપી બાળકોને 'ગ્રીન ઝોન'માં લાવવા પ્રયાસ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે માહિતી આપતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે નવસારી જિલ્લાના તમામ 3,800 કુપોષિત બાળકોને ઝડપથી 'રેડ ઝોન'માંથી 'ગ્રીન ઝોન'માં લાવવા માટે દર અઠવાડિયે એક પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવશે. આંગણવાડીઓ મારફતે આ કીટનું વિતરણ સીધું જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે. સગર્ભા બહેનો, ટીબી દર્દીઓ અને વિધવા સહાય યોજનાઓ પર ભાર આ ઝુંબેશ હેઠળ શારીરિક રીતે નબળી અને ઓછી ઉંમરે ગર્ભવતી થયેલી બહેનોને પૌષ્ટિક આહાર આપી નવજાત શિશુઓને કુપોષણથી બચાવવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લાના તમામ ટીબીના દર્દીઓને સરકારી મદદ સિવાયની વધારાની 3 મહિનાની રાશન કીટ આપવાનું તેમજ પેન્શનથી વંચિત વિધવા બહેનોના ફોર્મ ભરાવી તેમને આર્થિક સહાય પૂરી પાડવાનું આયોજન કરાયું છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ નવી દીકરીઓના ખાતા ખુલશે સહાયકારી ઝુંબેશના ભાગરૂપે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ બાકી રહી ગયેલી દીકરીઓના એકાઉન્ટ ખોલાવીને તેમાં પ્રથમ ₹250નો હપ્તો જમા કરાવવાની કામગીરી પણ હાથ ધરાશે. અગાઉ સંસદીય વિસ્તારમાં 44,000 દીકરીઓના ખાતા ખોલવામાં આવ્યા હતા. સરકારી યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવા હાકલ મંત્રીએ ઉમેર્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ દરેક પાત્ર નાગરિક સુધી પહોંચાડવા માટે અધિકારીઓ, કર્મચારીઓ અને કાર્યકર્તાઓ સંયુક્તપણે કામ કરી રહ્યા છે. તેમણે લોકોને જાગ્રત બની પોતાના હક મેળવવા અને અન્ય વંચિતોને સહાય અપાવવામાં સહભાગી બનવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    લાંઘણજમાં બ્રિટિશ અને ગાયકવાડ કાળનું સર્કિટ હાઉસ બન્યું ખંઢેર:યોગ્ય નિભાવણી અને રિનોવેશન કરવા ગ્રામજનોની માગ
    Next Article
    માનવ પર હુમલો કરનારા સિંહો હવે આંબરડીના ‘સેફ ઝોન’માં રહેશે:100 હેક્ટરમાં ખાસ સીમિત વિસ્તાર બનશે, કુદરતી હેબિટેટમાં જ રાખવામાં આવશે; વિશ્વ સિંહ દિવસ પહેલાં વન વિભાગનો મોટો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment