Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલમાં સ્વચ્છતા શપથ અને સફાઈ ઝુંબેશ:‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ, વર્ષે 100 કલાક સ્વચ્છતા માટે ફાળવવાનો સંકલ્પ

    14 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા સ્થિત મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા શપથ ગ્રહણ અને સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હોસ્પિટલના તબીબો, અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને હોસ્પિટલ પરિસરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવા માટે સામૂહિક સંકલ્પ કર્યો હતો. તમામ કર્મચારીઓએ વર્ષે 100 કલાક સ્વચ્છતા માટે ફાળવવાનો સંકલ્પ કર્યો શપથ ગ્રહણ કાર્યક્રમ દરમિયાન વર્ગ-1થી વર્ગ-4 સુધીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા અભિયાનમાં પોતાનું યોગદાન આપવાનો દૃઢ નિર્ધાર કર્યો હતો. કર્મચારીઓએ પ્રતિ વર્ષ 100 કલાકનો સમય સ્વચ્છતા કાર્યો માટે ફાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી. સાથે જ જાહેરમાં કચરો ન ફેંકવા, અન્ય લોકોને પણ કચરો ન ફેંકવા પ્રેરિત કરવા અને સ્વચ્છતાની શરૂઆત પોતાના ઘર તથા કાર્યસ્થળથી જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ પરિસરમાં શ્રમદાન કરી સફાઈ કરવામાં આવી શપથ ગ્રહણ બાદ હોસ્પિટલ પરિસરમાં શ્રમદાન સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલના વિવિધ વિભાગો તેમજ બાહ્ય પરિસરમાંથી કચરો દૂર કરી સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તબીબો અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમાર તથા ઈનચાર્જ નિવાસી તબીબી અધિકારી ડૉ. કુમાર આસિતના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં વર્ગ-1ના તજજ્ઞ તબીબો, વર્ગ-2ના તબીબો તેમજ વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓએ સક્રિય રીતે જોડાઈને શ્રમદાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલ પરિસરને સ્વચ્છ રાખવા માટે સૌએ એકજૂથ થઈને કામગીરી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત આર્મી જવાન અને પત્નીએ કર્યું રક્તદાન:17 વર્ષ દેશસેવા કરનાર જયેશ અને કોમલબેન ચાવડાએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
    Next Article
    Caught On Camera, Syrian President Al-Sharaa Seen Scrolling Reels At UN Meet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment