Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂમનો દરવાજો તોડ્યોને રેસિડેન્ટ ડોક્ટર પંખે લટકતા મળ્યા:ફરજ પર હાજર ન થતા સાથીઓને શંકા થઈ હતી, મોડાસાના હર્ષ પંડ્યાનો સુરતની નવી સિવિલની હોસ્ટેલમાં આપઘાત

    2 days ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બોય્ઝ પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005માં રહેતા મૂળ મોડાસાના 30 વર્ષીય રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યાએ પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ અને પીજી હોસ્ટેલમાં અરેરાટી ફેલાઈ હતી. બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. હર્ષ પંડયાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ફરજ પર હાજર ન રહેતા તપાસ કરતા ભાંડો ફૂટ્યો મૃતક ડૉ.હર્ષ પંડ્યા મૂળ અરવલ્લીના મોડાસાના વતની અને અપરિણિત હતો. સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવાની સાથે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આજે હોસ્પિટલમાં પોતાની નિયમિત ફરજ પર હાજર ન રહેતા, સિનિયર તબીબે તેમને ફોન કર્યો હતો. જો કે, તેમનો ફોન બંધ આવતો હોવાથી સિનિયરે હોસ્ટેલમાં રહેતા અન્ય સાથી રેસિડેન્ટ તબીબને રૂમ પર જઈ તપાસ કરવા જણાવ્યું હતું. દરવાજો તોડતા જ પંખે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો સાથી તબીબ જ્યારે પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005 પર પહોંચ્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. તબીબોએ ડૉ. હર્ષને બૂમો પાડી દરવાજો ખોલવા ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. આખરે તબીબોએ હોસ્ટેલના સિક્યુરિટી સ્ટાફને સાથે રાખીને દરવાજો તોડી પાડ્યો હતો. દરવાજો તૂટતા જ અંદરનું દ્રશ્ય જોઈ સૌ દંગ રહી ગયા હતા. ડૉ. હર્ષ પંડ્યાનો મૃતદેહ સીલિંગ ફેન સાથે દોરીથી લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. 'તકલીફ કે માનસિક તણાવમાં ન હતો' સાથી તબીબોના જણાવ્યા મુજબ, ડૉ. હર્ષને પરિવાર તરફથી કોઈ તકલીફ કે માનસિક તણાવ ન હતું. હાલ તબીબે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે રહસ્યમય બન્યું છે. ખટોદરા પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવશે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલાયો ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ મથકનો કાફલો સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે દોડી આવ્યો હતો. આ સાથે જ સૂરત સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડ ડોક્ટર પારુલ વડગામા પણ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પંચનામું કરી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ હોસ્ટેલમાં રહેતા અન્ય રેસિડેન્ટ તબીબો તેમજ સ્ટાફના નિવેદનો નોંધવાની કામગીરી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરામાં શ્રાવણી મેળાની તૈયારીઓ પૂરજોશમાં:જલપરી, મિક્ષ્ચર, બ્રેક ડાન્સ જેવી રાઈડ્સ મુખ્ય આકર્ષણ
    Next Article
    PGમાં રહેતી યુવતીના ગળે વાયર બાંધી સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ:અમદાવાદમાં ઇન્ટિરિયર ડિઝાઇનર ધાબા પર ચાલી રહી ત્યારે પાછળથી ત્રાટક્યો, 6 દિવસ પહેલા નોકરીએ લાગ્યો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment