Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં શ્રાવણી મેળાની તૈયારીઓ પૂરજોશમાં:જલપરી, મિક્ષ્ચર, બ્રેક ડાન્સ જેવી રાઈડ્સ મુખ્ય આકર્ષણ

    2 days ago

    પવિત્ર શ્રાવણ માસના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ બીલીમોરા સ્થિત સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણી મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન એક મહિના સુધી ચાલનારા આ પરંપરાગત મેળા માટે મંદિર પરિસરમાં ભારે ધમાધમ જોવા મળી રહી છે. આ વર્ષે મેળામાં આવતા મુલાકાતીઓ અને બાળકો માટે વિશેષ આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. 'જલપરી'નો શો આ વખતનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર રહેશે, જે લોકોને એક નવો અનુભવ કરાવશે. સાહસિકો માટે મિક્ષ્ચર, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન અને નાવડી (હોડી) જેવી અવનવી રાઈડ્સ મેળામાં ઉપલબ્ધ રહેશે. બીલીમોરાનો શ્રાવણી મેળો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતો છે. દર વર્ષે અહીં લાખો ભક્તો અને પ્રવાસીઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને મેળાની મજા માણે છે. મેળારસિકો માટે ચટાકેદાર ખાણીપીણીના વિવિધ સ્ટોલ્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ મેળો માત્ર મનોરંજનનું કેન્દ્ર નથી, પરંતુ આજીવિકાનું પણ મોટું માધ્યમ છે. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી નાના-મોટા વેપારીઓ અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પોતાનો વેપાર કરવા આવે છે. આ ઉપરાંત, સ્થાનિક નાના વેપારીઓ, ફેરિયાઓ અને કારીગરો માટે પણ આ મેળો વર્ષભરની સારી રોજીરોટી કમાઈ લેવાની એક સુવર્ણ તક પૂરી પાડે છે. અતિભારે વરસાદને કારણે બીલીમોરામાં હાલમાં જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આ એક મહિનાનો મેળો સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડશે. હાલ મંદિર પ્રશાસન અને મેળાગ્રાઉન્ડના આયોજકો દ્વારા સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અંતિમ તબક્કાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Andhra Pradesh EAMCET 2026 Round 1 Seat Allotment Today: Here's What To Do Next?
    Next Article
    રૂમનો દરવાજો તોડ્યોને રેસિડેન્ટ ડોક્ટર પંખે લટકતા મળ્યા:ફરજ પર હાજર ન થતા સાથીઓને શંકા થઈ હતી, મોડાસાના હર્ષ પંડ્યાનો સુરતની નવી સિવિલની હોસ્ટેલમાં આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment