Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGમાં રહેતી યુવતીના ગળે વાયર બાંધી સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ:અમદાવાદમાં ઇન્ટિરિયર ડિઝાઇનર ધાબા પર ચાલી રહી ત્યારે પાછળથી ત્રાટક્યો, 6 દિવસ પહેલા નોકરીએ લાગ્યો'તો

    2 दिन पहले

    અમદાવાદના આનંદનગર વિસ્તારના એક PGમાં રહેતી યુવતી સાથે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે ગળે વાયર બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી યુવતી ધાબા પર ચાલી રહી હતી ત્યારે પાછળથી સિકયુરિટી ગાર્ડ આવીને યુવતીના ગળે વાયર બાંધી એક કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું. વહેલી સવારે આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ કરાઈ છે. સિક્યુરિટી ગાર્ડ લિફ્ટમાં ધાબા પર આવતો અને દુષ્કર્મ આચર્યા બાદ જતો હોય તે CCTVમાં કેદ થયું છે. યુવતી પર સિક્યુરિટી ગાર્ડની હેવાનિયત ગઈકાલે (8 ઓગસ્ટ) સિક્યુરિટી ગાર્ડ પહેલાથી જ ધાબા ઉપર યુવતીની રાહ જોઈને બેઠો હતો. યુવતી ધાબા પર ચાલવા આવી ત્યારે આરોપીએ યુવતી સાથે વાતચીત કરી અને શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. યુવતીએ ઇનકાર કર્યો અને આરોપીને સમજાવ્યો પણ હતો. ત્યારબાદ યુવતી ધાબા પરથી નીચે જઈ રહી હતી, આ દરમિયાન આરોપીએ પાછળથી યુવતીને વાયર વડે બાંધી નીચે પછાડી હતી ત્યારબાદ ધાબાનો દરવાજો બંધ કરી યુવતીનું મોઢું દબાવીને દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ સિક્યુરિટી ગાર્ડ ભાગીને લિફ્ટમાં નીચે આવી ગયો હતો. ત્યારબાદ યુવતીએ પોલીસને જાણ કરી હતી. આરોપી 6 દિવસ પહેલા નોકરીએ લાગ્યો હતો આરોપી ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી છે અને તે હજી માંડ છ-સાત દિવસ પહેલાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. રાત્રે જ્યારે યુવતી ધાબા પર ગઈ ત્યારે તેની પાછળ જઈને મોકો મળતા આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ સ્થાનિક પોલીસ, LCB અને ક્રાઈમ બ્રાન્ચની 10 અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી પોલીસ કમિશનર સહિતના શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ રસ્તા પર ઉતરી મોડી રાતે પેટ્રોલિંગ કરી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ ચેકીંગ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન PGના ધાબા પર ઘટના બની છે. આ પણ વાંચો અમદાવાદમાં બે સગીરાઓ પર દુષ્કર્મનો બનાવ અમદાવાદમાં સગીરા સાથે દુષ્કર્મના બે અલગ-અલગ બનાવ સામે આવ્યા છે, જેમાં ચાંદલોડિયામાં રહેતી સગીરાને સમાજના અગ્રણીએ લગ્નની લાલચ આપી અપહરણ કરી ઓફિસ અને ઘરે લઈ જઈને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. તો બીજા બનાવમાં પોલીસ પર હુમલો કરવાના કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા ગુનેગારે પણ સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    રૂમનો દરવાજો તોડ્યોને રેસિડેન્ટ ડોક્ટર પંખે લટકતા મળ્યા:ફરજ પર હાજર ન થતા સાથીઓને શંકા થઈ હતી, મોડાસાના હર્ષ પંડ્યાનો સુરતની નવી સિવિલની હોસ્ટેલમાં આપઘાત
    Next Article
    Jharkhand's JSSC 2024 Paper Leak Exclusive: 120 Answers, WhatsApp, A Bombshell CID Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment