Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેંગ બનાવી 'ભાઈગિરી'ની રીલથી વર્ચસ્વ જમાવવાની લડાઈ:'મેરે બાપ સે નહીં હુઆ તો મેરે બાપ કી કસમ કિસીસે નહીં હોગા' જેવા ફિલ્મી ડાયલોગ્સ, દોસ્તની હત્યા બાદ રાહુલે સુરત છોડ્યું

    2 days ago

    સુરત શહેરમાં સતીશ મરાઠાની હત્યાથી હાલ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરના કુખ્યાત ગુંડાઓ રાહુલ એપાર્ટમેન્ટ, શિવા ટકલા હોય કે પછી જેલમાં બંધ રાહુલ મંડલ—આ તમામ અપરાધીઓ પોતાની અલગ-અલગ ગેંગ બનાવીને શહેરની શાંતિ હરામ કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ ગુંડાઓને પોલીસનો જરાય ખોફ રહ્યો નથી. સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને 'ભાઈગીરી' અને વર્ચસ્વ બતાવવા ખુલ્લેઆમ પોલીસને ચેલેન્જ ફેંકી રહ્યા છે. હત્યા પહેલા ખુદ સતીશ મરાઠાએ કોર્ટના લોકઅપમાંથી જ વીડિયો બનાવી 'મેરે બાપ સે નહીં હુઆ તો મેરે બાપ કી કસમ કિસી સે નહીં હોગા' જેવી લાઈન મૂકી રીલ વાયરલ કરી હતી. પોલીસ માત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં 'ભાઈગિરી', ફિલ્મી ડાયલોગ્સ આ ગેંગસ્ટરો માત્ર રસ્તા પર જ નહીં પરંતુ સોશલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોતાનો સિક્કો જમાવવા માગે છે. રાહુલ એપાર્ટમેન્ટ પોતાની 'SR કંપની' નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર કાળા રંગની કારમાંથી ઉતરીને નેતાની જેમ સમર્થકો સામે હાથ બતાવતા વીડિયો પોસ્ટ કરે છે. ફિલ્મોના વૉઇસઓવર જેવા કે “હોતા ક્યા હૈ કી જિને હમ પકડતે હે વો છૂટ જાતે હૈ.. ખુલ્લેઆમ ઓપરેટ કરતે હૈ' કે પછી “જિંદગી ભર ભીખુ કો ભાવ સે તકલીફ રહેગી” જેવા સંવાદો વાપરી આ લોકો યુવાધન અને સામાન્ય જનતામાં ભય અને ગેરમાર્ગે દોરનારું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. પોલીસ સામે પડકાર, ક્યારે અટકશે આ ખેલ? સુરત જેવા ઝડપથી વિકસતા મહાનગરમાં આ પ્રકારે ગેંગવોર અને સોશિયલ મીડિયા પર ગુંડા તત્વોની દાદાગીરી સ્થાનિક રહીશો માટે ચિંતાનો વિષય બની છે. જેલમાં બંધ આરોપીઓ જો આટલી સરળતાથી હત્યાના પ્લાન બનાવી શકતા હોય અને બહાર રહેલા ગેંગસ્ટરો પોલીસને ખુલ્લેઆમ રીલ્સથી ચેલેન્જ આપતા હોય, તો પોલીસના નેટવર્ક પર સવાલ ઊભા થાય તે સ્વાભાવિક છે. પકડાયેલા આરોપીઓને જેલની અંદર કે બહાર અન્ય ગેંગ દ્વારા નિશાન ન બનાવવામાં આવે તે માટે પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે, પરંતુ શહેરમાં શાંતિ સ્થાપવા માટે પોલીસે આ સોશિયલ મીડિયા ભાઈગીરી પર આકરા પ્રહારો કરવા જ પડશે. રાહુલે બદલાના ડરે 'સુરત છોડ્યું' સૂર્યા મરાઠા હત્યાકાંડ બાદ સતીશ મરાઠા અને રાહુલે મળીને 'SR કંપની' નામની નવી ગેંગ ઊભી કરી હતી. આ બંને વચ્ચે એટલી ગાઢ દોસ્તી હતી કે રાહુલ જ્યારે જેલમાં હતો ત્યારે સતીશે તેના પરિવારની તમામ જવાબદારી ઉપાડી હતી. આ ઉપકારના બદલામાં રાહુલે પોતાના જમણા હાથ પર સતીશ મરાઠાના ચહેરાનું ટેટૂ પણ બનાવડાવ્યું હતું. બંને દરેક અપરાધ અને સભા-સરઘસમાં સાથે જ જોવા મળતા હતા. જો કે, 25 જુલાઈ 2025ના રોજ નિર્દોષ છૂટેલા સતીશ મરાઠાની કરપીણ હત્યા થઈ જતાં જ સમગ્ર 'SR કંપની' ભાંગી પડી છે. હવે સૂર્યા મરાઠા ગેંગ અને મંડલ ગેંગના બદલાના ડરથી રાહુલ એપાર્ટમેન્ટ સુરત છોડીને ભાગી ગયો હોવાની વિગતો સામે આવી રહી છે. સૂર્યા મરાઠા હત્યાકાંડ બાદ ખૂની ખેલની આશંકા સુરતમાં સૂર્યા મરાઠા હત્યાકાંડ ચર્ચિત રહ્યો હતો. પોલીસે સતીશ મરાઠા અને રાહુલ એપાર્ટમેન્ટ સહિત 10 આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ પુરાવાના અભાવે કોર્ટે તમામ આરોપીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જેવો આ ચુકાદો આવ્યો કે તરત જ સૂર્યા મરાઠા ગેંગના બાકી રહેલા સાગરીતો અને વિરોધી જૂથોની નજર આ તમામ પર મંડરાઈ રહી હતી. સતીશની હત્યા થતાં જ હવે ખૂની ખેલ વધુ ભયાનક વળાંક લે તેવી આશંકા છે. ભેસ્તાન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ કાયદો-વ્યવસ્થા જાળવવા એલર્ટ મોડ પર આવવું પડ્યું છે. સતીશ મરાઠાની હત્યા માટે જેલની અંદરથી જ 'ગુજસીટોક' હેઠળ બંધ રાહુલ મંડલે આખું ષડયંત્ર રચ્યું હતું. મંડલ અને કેતનની ભયાનક યોજના સતીશ મરાઠાની હત્યા કોઈ સામાન્ય ઝઘડાનું પરિણામ ન હતી, પરંતુ મહિનાઓ લાંબા પ્લાનિંગનો હિસ્સો હતી. જેલમાં બંધ રાહુલ મંડલે ઘોડાદરાના કુખ્યાત શિવા ટકલા અને કેતન સાથે મળી આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. જેલની અંદરથી જ હથિયારોનું નેટવર્ક, ફંડિંગ અને રેકીનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બંને ગેંગ વચ્ચે લાંબા સમયથી અદાવત ચાલી રહી હતી. દોઢ મહિના પહેલાં ઘોડાદરા બ્રિજ નીચે સતીશ પર મરચાંની ભૂકી નાખી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    રાણપુરના બરાનીયા ગામે જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા:₹10,590નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાયો
    Next Article
    PGમાં રહેતી યુવતીના ગળે વાયર બાંધી સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ:ઇન્ટિરિયર ડિઝાઇનર ધાબા પર ચાલી રહી ત્યારે પાછળથી ત્રાટક્યો, અમદાવાદના પોશ વિસ્તારનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment