Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણપુરના બરાનીયા ગામે જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા:₹10,590નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાયો

    2 days ago

    બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામેથી પાદર નજીક જાહેર જગ્યામાં જુગાર રમી રહેલા 3 શખ્સોને રાણપુર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ ₹10,590નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે મંદિર નજીક પાડ્યો દરોડો રાણપુર પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે બરાનીયા ગામના પાદરમાં બોડીયા ગામ તરફ જતા રસ્તા પર આવેલા મંદિર નજીકની ખુલ્લી જગ્યામાં અચાનક દરોડો પાડ્યો હતો. અલગ-અલગ ગામના 3 શખ્સો પકડાયા દરોડા દરમિયાન જુગાર રમતા 3 શખ્સો ઝડપાઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓમાં સુંદરીયાણા ગામના સતિષભાઈ કણજરીયા, દેવળીયા ગામના નાગરભાઈ કૂવરખાણીયા અને ધંધુકાના ધર્મેન્દ્રભાઈ કણઝરીયાનો સમાવેશ થાય છે. જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ સહિત કુલ ₹10,590નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાણપુર પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે..
    Click here to Read More
    Previous Article
    દમણની નમો હોસ્પિટલ 12 ઓગસ્ટથી દર્દીઓ માટે ખુલ્લી મૂકાશે:342 બેડની અત્યાધુનિક સુવિધાઓ, 24 કલાક ઇમરજન્સી અને NICU સુવિધા મળશે
    Next Article
    ગેંગ બનાવી 'ભાઈગિરી'ની રીલથી વર્ચસ્વ જમાવવાની લડાઈ:'મેરે બાપ સે નહીં હુઆ તો મેરે બાપ કી કસમ કિસીસે નહીં હોગા' જેવા ફિલ્મી ડાયલોગ્સ, દોસ્તની હત્યા બાદ રાહુલે સુરત છોડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment