Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણની નમો હોસ્પિટલ 12 ઓગસ્ટથી દર્દીઓ માટે ખુલ્લી મૂકાશે:342 બેડની અત્યાધુનિક સુવિધાઓ, 24 કલાક ઇમરજન્સી અને NICU સુવિધા મળશે

    2 days ago

    દમણના મરવડ વિસ્તારમાં દેવકા રોડ પર આવેલી 342 બેડની અત્યાધુનિક ‘નમો હોસ્પિટલ’ આગામી 12 ઓગસ્ટથી સામાન્ય જનતા માટે સંપૂર્ણપણે કાર્યરત થશે. જૂની મરવડ હોસ્પિટલના સ્થાને નિર્માણ પામેલી આ આધુનિક હોસ્પિટલ દમણ અને આસપાસના વિસ્તારના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. જૂની હોસ્પિટલના સ્થાને ₹1,340 કરોડના ખર્ચે નવું નિર્માણ વધતી વસ્તીની જરૂરિયાતો અને આધુનિક સાધનોની સ્થાપના માટે જૂની ઇમારત અપૂરતી હોવાથી તેને તોડી નવું બિલ્ડિંગ બનાવાયું છે. ગત 5 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દમણ ખાતે ₹2,970 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરાયું હતું, જેમાં ₹1,340 કરોડના ખર્ચે બનેલા નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. ક્લિનિકલ ટેસ્ટિંગ અને ડ્રાય રન બાદ સત્તાવાર પ્રારંભ હોસ્પિટલના લોકાર્પણ બાદ દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિવિધ વિભાગોનું ક્લિનિકલ ટેસ્ટિંગ, ડ્રાય રન અને સ્ટાફની ફાળવણી પૂર્ણ કરાઈ છે. બાંધકામ દરમિયાન દર્દીઓને અગવડ ન પડે તે માટે સેવાઓ મોટી દમણ CHC ખાતે વૈકલ્પિક ધોરણે ચાલુ રખાઈ હતી, જે હવે અહીં સ્થળાંતરિત થશે. અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક લેબ અને NICU ની સુવિધા નમો હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સેવા, OPD અને અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક લેબ ઉપલબ્ધ રહેશે. આ લેબમાં બાયોકેમિસ્ટ્રી એનાલાઈઝર, ડેન્ટલ RVG મશીન અને આંખની માઇક્રોસર્જરી માટે ઝાઇસ માઇક્રોસ્કોપ મૂકાયા છે. આ ઉપરાંત, નવજાત શિશુઓ માટે HFOV વેન્ટિલેટર ધરાવતું ખાસ NICU તૈયાર કરાયું છે. કેશલેસ સારવાર અને 'ગોલ્ડન અવર'નો બચાવ આ હોસ્પિટલ આયુષ્માન ભારત ડિજિટલ મિશન સાથે જોડાયેલી હોવાથી પાત્ર લાભાર્થીઓને ₹5 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. ગંભીર અકસ્માત કે હાર્ટ એટેકના દર્દીઓને હવે સારવાર માટે મુંબઈ કે ખાનગી હોસ્પિટલોમાં જવું નહીં પડે, જેથી દર્દીઓનો સમય, ખર્ચ અને 'ગોલ્ડન અવર' બચાવી શકાશે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં રેતીની ટ્રકોની બેફામ સ્પીડથી અકસ્માતનો ભય:APMCથી ગોલ્ડન ચોકડી રોડ પર ભારે રોષ; ટ્રાફિક પોલીસ અને RTO પાસે કાર્યવાહીની માંગ
    Next Article
    રાણપુરના બરાનીયા ગામે જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા:₹10,590નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment