Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રેતીની ટ્રકોની બેફામ સ્પીડથી અકસ્માતનો ભય:APMCથી ગોલ્ડન ચોકડી રોડ પર ભારે રોષ; ટ્રાફિક પોલીસ અને RTO પાસે કાર્યવાહીની માંગ

    2 days ago

    પાટણ શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ગેટથી સિદ્ધપુર ચોકડી થઈ ગોલ્ડન ચોકડી તરફ જતા માર્ગ પર રેતી ભરેલા ટ્રકોની બેફામ ગતિને કારણે ગંભીર અકસ્માતનો ભય સર્જાયો છે. પૂરપાટ ઝડપે અને ઓવરલોડ દોડતા આ ભારે વાહનોથી રાહદારીઓ તથા દ્વિચક્રી વાહનચાલકોની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થતાં સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. APMC અને સિદ્ધપુર ચોકડી વિસ્તારમાં સતત ટ્રાફિક સિદ્ધપુર ચોકડીથી ગોલ્ડન ચોકડી સુધીનો માર્ગ સતત વાહનવ્યવહારથી ધમધમે છે. આ વિસ્તારમાં APMC નો મુખ્ય ગેટ આવેલો હોવાથી દૈનિક ધોરણે ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોની મોટી સંખ્યામાં અવરજવર રહે છે. સવાર અને સાંજના સમયે ટ્રાફિકનું પ્રમાણ વધુ હોય ત્યારે ઓવરલોડ ટ્રકોના કારણે રસ્તો ઓળંગવો પણ અત્યંત જોખમી બની જાય છે. તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો અને વેપારીઓમાં આક્રોશ સ્થાનિક નાગરિકો અને વેપારીઓના જણાવ્યા મુજબ, ભારે વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. અકસ્માત સર્જાયા બાદ જ તંત્ર જાગે છે તેવા વલણ સામે લોકોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અને RTO દ્વારા સંયુક્ત સરપ્રાઈઝ ચેકિંગની માંગ કોઈ મોટી જાનહાની કે દુર્ઘટના ઘટે તે પહેલાં ટ્રાફિક પોલીસ અને RTO વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ માર્ગ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે. સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરતા, ઓવરલોડિંગ કરતા અને અધૂરા દસ્તાવેજો સાથે દોડતા વાહનો સામે દંડ તથા જપ્તી સહિતની કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રબળ માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    'હું ગોવિંદભાઈ ધોળકિયા બોલું છું' કહી ઠગોનો નવો ખેલ:રાજકોટ એરપોર્ટ પાસે કંપની ખોલી છે, ₹1500માં રજીસ્ટ્રેશન કરાવો; ડીપફેક વીડિયોનો નિવૃત્ત DySPએ ભાંડો ફોડ્યો
    Next Article
    દમણની નમો હોસ્પિટલ 12 ઓગસ્ટથી દર્દીઓ માટે ખુલ્લી મૂકાશે:342 બેડની અત્યાધુનિક સુવિધાઓ, 24 કલાક ઇમરજન્સી અને NICU સુવિધા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment