Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું ગોવિંદભાઈ ધોળકિયા બોલું છું' કહી ઠગોનો નવો ખેલ:રાજકોટ એરપોર્ટ પાસે કંપની ખોલી છે, ₹1500માં રજીસ્ટ્રેશન કરાવો; ડીપફેક વીડિયોનો નિવૃત્ત DySPએ ભાંડો ફોડ્યો

    3 days ago

    સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રતિષ્ઠા અને ઓળખનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા પર છેતરપિંડી કરવાનો એક અત્યંત ગંભીર મામલો સામે આવ્યો છે. ઠગો દ્વારા સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ બનાવી સાંસદના જૂના ફોટોગ્રાફ્સ અને વીડિયોનો ઉપયોગ કરીને 'ડીપફેક' વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં "હું ગોવિંદભાઈ ધોળકિયા બોલું છું" તેમ કહીને અજાણ્યા ગઠિયાઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વતી જૂના ચલણી સિક્કાઓ મોંઘા ભાવે ખરીદવાની ભ્રામક જાહેરાત કરી રહ્યાં હતાં. પ્રોસેસિંગ ચાર્જ પેટે ₹1500 UPIથી ટ્રાન્સફર કરાવવાનો કારસો મળતી વિગતો મુજબ, કતારગામ સ્થિત SRK કંપનીના સંચાલક ગોવિંદભાઈ ધોળકિયાના પર્સનલ સેક્રેટરી (PS) ભાવેશ વાલજીભાઈ લાઠીયાએ આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ઠગોએ સોશિયલ મીડિયા પર 'Old Coin Company'ના નામે અલગ-અલગ આઈડી બનાવ્યા હતા. સિક્કા ખરીદવાના બહાને ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફી અથવા ચાર્જ પેટે ₹1,500 ઓનલાઈન UPI મારફતે ટ્રાન્સફર કરાવી નાણાં પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. નિવૃત્ત DySPએ ક્રોસ ચેકિંગ કરતાં ભાંડો ફૂટ્યો SRK કંપનીના સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ વિભાગના નિવૃત્ત DySP આર.જી. જાડેજાના ધ્યાને આ શંકાસ્પદ બાબત આવી હતી. તેમણે તુરંત જ વીડિયોમાં દર્શાવેલા નંબરો પર સંપર્ક કર્યો હતો. ફોન ઉપાડતા જ સામેથી હિન્દી ભાષામાં વાત કરતી અજાણી વ્યક્તિએ પોતે ગોવિંદભાઈ ધોળકિયા હોવાનો દાવો કર્યો હતો અને રાજકોટથી બોલતો હોવાનું જણાવી ચાર્જ પેટે ઓનલાઈન રૂપિયા માંગ્યા હતા, જ્યારે પેમેન્ટ અંગે વધુ પૂછપરછ કરી ત્યારે સામેવાળાએ ફોન કાપી નાખ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસે BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધ્યો સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા કે તેમની SRK સંસ્થા દ્વારા આવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. તેમની સામાજિક છબી ખરડવા અને સામાન્ય જનતાને આર્થિક રીતે લૂંટવાના ઈરાદાથી આ આયોજનબદ્ધ કારસો રચાયો હોવાનું સ્પષ્ટ થતાં આખરે સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ કર્યો છે સુરત સાયબર ક્રાઈમ પોલીસે BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ડીપફેક ટેકનોલોજી શું છે અને તેનાથી કેવી રીતે બચવું? ડીપફેક એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી એક ડિજિટલ પ્રોસેસ છે. જેમાં કોઈ જાણીતી વ્યક્તિનો ચહેરો, અવાજ કે બોલવાની શૈલી અન્ય વ્યક્તિ સાથે એટલી ચોકસાઈથી બદલી નાખવામાં આવે છે કે તે વીડિયો એકદમ અસલી જ લાગે છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર કોઈ પણ જાણીતા લોકોના નામે નાણાકીય લેવડદેવડ કે પ્રોસેસિંગ ફી માંગવામાં આવે ત્યારે લાલચમાં આવ્યા વગર સાયબર હેલ્પલાઈન પર જાણ કરવી.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનના જયપુર સહિત અનેક શહેરોમાં કોલોનીઓ-રસ્તાઓ ડૂબી ગયા:MPમાં પુલ ઉપરથી નર્મદા વહી રહી છે; દિલ્હીમાં 8 દિવસમાં મહિનાભરનો વરસાદ પડ્યો
    Next Article
    પાટણમાં રેતીની ટ્રકોની બેફામ સ્પીડથી અકસ્માતનો ભય:APMCથી ગોલ્ડન ચોકડી રોડ પર ભારે રોષ; ટ્રાફિક પોલીસ અને RTO પાસે કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment