Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PG ડૉક્ટરે એક્સ ગર્લફ્રેન્ડ ડૉક્ટર પર 3 ગોળીઓ ચલાવી:મૂળ ગુજરાતની યુવતીના કાનને અડકીને પસાર થઈ એક ગોળી; આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

    1 day ago

    ભોપાલમાં એક પીજી ડૉક્ટરે 27 વર્ષીય ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ડૉક્ટર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. સદનસીબે ગોળી મહિલા ડૉક્ટરની કાનપટ્ટીને અડકીને નીકળી ગઈ. આ તરફ આરોપી પીજી ડૉક્ટર પણ ઘાયલ છે. તેની છાતી અને પેટમાં ઈજા થઈ છે. આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના મંગળવારની રાત્રે ગાંધીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ત્રણ દિવસ પહેલાં ગુજરાતથી પરત ફરી હતી શ્વેતા પોલીસ સ્ટેશનના પ્રભારી સુનીલ ચતુર્વેદીના જણાવ્યા મુજબ, મહિલા ડૉક્ટરનું નામ શ્વેતા ઠાકુર છે. તેઓ મૂળ ગુજરાતનાં રહેવાસી છે. ભોપાલના પતંજલિ પરિસરમાં રહીને આરકેડીએફ કોલેજમાંથી એમડીનો અભ્યાસ કરી રહ્યાં છે. શ્વેતા ત્રણ દિવસ પહેલાં પોતાના કઝિન અભિષેક ઠાકુર સાથે ગુજરાતથી ભોપાલ પરત ફર્યાં હતાં. વાતચીતના બહાને ફ્લેટ પર આવ્યો હતો પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા મુજબ, પીજી ડૉક્ટર નવીન અને શ્વેતા અગાઉ રિલેશનશિપમાં રહી ચૂક્યાં છે. બાદમાં શ્વેતા નવીનથી અલગ થઈ ગઈ હતી, પરંતુ નવીનને શંકા હતી કે શ્વેતાએ કોઈ યુવક સાથે સગાઈ કરી લીધી છે. આ બાબતે તે નારાજ હતો. સાથે રહેવા માટે દબાણ કરી રહ્યો હતો પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા મુજબ, નવીન શ્વેતાને વારંવાર પોતાની સાથે રહેવા માટે દબાણ કરતો હતો. વાતચીત કરવા માટે જ તે રાત્રે 12 વાગ્યે શ્વેતાના ફ્લેટ પર પહોંચ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે વિવાદ થયો. ગુસ્સામાં તેણે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. એક ગોળી શ્વેતાની કાનપટ્ટીને અડકીને નીકળી ગઈ. પોલીસના જણાવ્યા મુજબ, ફાયરિંગ બાદ નવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે તેણે પોતાના પર પણ ફાયરિંગ કર્યું હતું. જોકે, પોલીસને તેના શરીરમાંથી ગોળી મળી નથી. ઇજાગ્રસ્ત નવીનને મોતિયા તળાવની સામે આવેલા એલબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એર પિસ્તોલના ઉપયોગની આશંકા પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા મુજબ, ઘટનામાં એર પિસ્તોલનો ઉપયોગ થયો હોવાની આશંકા છે. પોલીસ હથિયારના પ્રકાર અને ફાયરિંગની પરિસ્થિતિઓની તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    रात 2 बजे बाइक राइड, सुबह 4 बजे पोहा...IIT और IIM में टॉप करने वाले लखनऊ के लड़के का सक्सेस सीक्रेट
    Next Article
    મહેસૂલી કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર:ગીર સોમનાથના કર્મચારીઓ પણ જોડાયા, વિવિધ 14 પડતર પ્રશ્નોના ઉકેલની માંગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment