Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં સગીરા પર પ્રેમીનું દુષ્કર્મ, અતિશય રક્તસ્રાવથી મોત:બેભાન થતાં આરોપીના પિતાએ દીકરી ગણાવી હોસ્પિટલમાં દાખલ કરી, કિડની-આંતરડાંમાં ઇન્ફેક્શનથી ત્રીજા દિવસે દમ તોડ્યો

    1 day ago

    ગાંધીનગરના કલોલ તાલુકાની 17 વર્ષની સગીરા પર પેથાપુરના 22 વર્ષીય પ્રેમી દિશાંત ઉર્ફે દીપ શર્માએ અજાણ્યા ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરતા સગીરાનું મોત થયું છે. પ્રેમીના અત્યાચારના કારણે ગુપ્ત ભાગેથી અતિશય રક્તસ્રાવ થતાં સગીરાના આંતરડા અને કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. ચાર હોસ્પિટલ બદલ્યા બાદ પણ ત્રણ દિવસથી બેભાન હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ સગીરાનું મોત નીપજ્યું છે. આ મામલે પેથાપુર પોલીસે પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. PI અંકુર દેસાઈએ કહ્યું કે, મોડીરાતે સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આજે (9 ઓગસ્ટ) ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વધુ પડતો રક્તસ્ત્રાવ અને ઇન્ફેક્શનના લીધે સગીરાનું મોત થયાનું તબીબી અભિપ્રાય છે. આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી છે અને દુષ્કર્મનું ચોક્કસ સ્થળ નક્કી કરવા સીસીટીવી ફુટેજ ચકાસાઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં સામૂહિક દુષ્કર્મની શક્યતા નકારવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? ગત 6 ઓગસ્ટના રોજ સગીરા કોલેજ જવા નીકળી હતી અને ત્યાંથી માસીના ઘરે જવાની હતી, પરંતુ આરોપી દિશાંત પથિકાશ્રમથી તેને બાઇક પર બેસાડીને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. અહીં બળજબરીથી શારીરિક સંબંધ બાંધતા સગીરાને ગંભીર રક્તસ્રાવ શરૂ થયો હતો. સ્થિતિ બિગડતાં અને સગીરા બેભાન થતાં આરોપીએ પોતાના પિતા ભરતભાઈને જાણ કરી હતી. ત્યારબાદ બાપ-દીકરો સગીરાને રાંધેજા અને ત્યારબાદ પગરવ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં પિતાએ સગીરાને પોતાની દીકરી ગણાવી દાખલ કરાવી હતી. જોકે, મોડીસાંજ સુધી સગીરા તેની માસીના ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. બીજા દિવસે (7 ઓગસ્ટ) સ્થિતિ વધુ વણસતાં આખરે સગીરાના પરિવારને જાણ કરી આરોપી દિશાંત ફરાર થઈ ગયો હતો. બાદમાં પીડિતાને વધુ સારવાર અર્થે એડવાન્સ હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ હતી, જ્યાં તેનું 8 ઓગસ્ટની મોડીરાતે મોત નીપજ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં 8 દિવસમાં મહિનાભર જેટલો વરસાદ:રાજસ્થાનમાં હાઈવે પર પાણી, બજાર-ઘરોમાં પણ ઘૂસ્યું; ભૂસ્ખલનને કારણે અમરનાથ યાત્રા સમાપ્ત કરવામાં આવી
    Next Article
    ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ, અતિશય રક્તસ્રાવથી મોત:બેભાન થતાં આરોપીના પિતાએ દીકરી ગણાવી હોસ્પિટલમાં દાખલ કરી, કિડની-આંતરડાંમાં ઇન્ફેક્શનથી ત્રીજા દિવસે દમ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment