Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તને પાસ કરાવી દઈશ', સરકારી સ્કૂલના શિક્ષકનું વિદ્યાર્થિની પર દુષ્કર્મ:'બુક ભૂલી ગયા'નું બહાનું કાઢી સગીરાને ફ્લેટ પર લઈ ગયો, રાજકોટમાં 8 મહિને દીકરીએ માતાને આપવીતી કહેતા ભાંડો ફૂટ્યો

    19 hours ago

    રાજકોટ શહેરમાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરાને તેના જ પૂર્વ શિક્ષકે ગણિતમાં સારા માર્ક્સે પાસ કરાવવાની લાલચ અને નાપાસ કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કૃત્ય રાજકોટની સરકારી 'મધર ટેરેસા સ્કૂલ નંબર 88'ના મેથ્સના શિક્ષક મોહિત ટાંક દ્વારા આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સગીરાની માતાએ લગાવ્યો છે. દીકરી ગુમસુમ રહેતી હોવાથી માતાએ પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યો રાજકોટના કાલાવડ રોડ પર રહેતી અને જેના પતિ ગેરેજમાં કામ કરે છે, એવી એક મહિલાએ તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની 14 વર્ષની દીકરી હાલ બારદાનવાલા કન્યા વિદ્યાલયમાં ધોરણ-9માં ભણે છે પરંતુ, વર્ષ 2023થી 2026 દરમિયાન તે ધોરણ 6થી 8નો અભ્યાસ 'મધર ટેરેસા સ્કૂલ નંબર 88'માં કરતી હતી. ગત 23 સપ્ટેમ્બર, 2026ના રોજ દીકરી ખૂબ જ ગુમસુમ અને ગભરાયેલી જણાતા માતાએ તેને હિંમત આપીને પૂછપરછ કરી હતી ત્યારે દીકરીએ હૈયાફાટ રુદન સાથે પોતાની આપવીતી વર્ણવી હતી, જે સાંભળીને માતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી. 'તને પાસ કરાવી દઈશ, તું મને બહુ ગમે છે' કહી ક્લાસમાં અડપલાં શરૂ કર્યા સગીરાએ માતાને જણાવ્યું કે, ગત 2 જાન્યુઆરી, 2026ના રોજ જ્યારે તે મધર ટેરેસા સ્કૂલમાં ધોરણ-8માં ભણતી હતી ત્યારે મેથ્સનો પિરિયડ લેવા આવતા મોહિત ટાંક સર કહેતા હતા કે, "હું તને મેથ્સમાં સારા માર્કસ આપી પાસ કરાવી દઈશ, તું મને બહુ ગમે છે." ત્યારબાદ ક્લાસમાં કોઈ ન હોય ત્યારે તેઓ તેને શારીરિક અડપલાં કરતા હતા. સગીરા ના પાડતી તો તેને મેથ્સમાં ફેઈલ કરવાની અને ભણતરમાં આગળ ન વધવા દેવાની ધમકી આપતા હતા, જેનાથી ડરીને તે કોઈને કશું કહી શકતી ન હતી. બુક ભૂલી ગયાનું બહાનું બનાવી જબરદસ્તી ફ્લેટ પર લઈ ગયો આ ઘટના 9 જાન્યુઆરી, 2026ના રોજ બની હતી. સવારે 7:15 વાગ્યે સગીરા સ્કૂલે પહોંચી ત્યારે ઓફિસમાં બેઠેલા મોહિત સરે તેને બોલાવીને કહ્યું કે "આપણે ઘરે જવું છે." સગીરાએ ના પાડીને સીડી ચડવા લાગી ત્યારે શિક્ષકે પાછળ જઈને તેનું બેગ ખેંચી લીધું અને ધમકી આપી કે, "જો કોઈ પૂછે તો કહેવાનું કે હું બુક ભૂલી ગઈ છું એટલે સર ઘરે મૂકવા આવે છે. જો મારી વાત નહીં માને તો મેથ્સમાં ફેઈલ કરી દઈશ." ધમકીથી ડરી ગયેલી માસૂમ સગીરાને શિક્ષક પોતાની ફોરવ્હીલ કારમાં બેસાડીને મવડી રોડ સ્વામિનારાયણ ચોક આસપાસ આવેલા પોતાના સૂમસામ ફ્લેટ પર લઈ ગયો હતો. ત્યાં તેને બેડરૂમમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યા બાદ સવારે 8:30 વાગ્યે શિક્ષક તેને સ્કૂલની થોડે દૂર ઉતારી ગયો હતો. 'જો કોઈને કહીશ તો હું જાતે છરકા મારી દઈશ' ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આ ઘટના બાદ પણ શિક્ષકની હવસ સંતોષાઈ નહોતી. 20 એપ્રિલ, 2026 સુધી તે અવારનવાર અન્ય વિદ્યાર્થીઓ મારફતે સગીરાને ખાલી ક્લાસરૂમમાં બોલાવતો હતો અને તેની સાથે શારીરિક અડપલાં કરતો હતો. આ સમયે પણ તે ધમકી આપતો હતો કે, "જો તું હું કહું એમ નહીં કરવા દે તો તને ફેઈલ કરી દઈશ અને હું મારી જાતે મારા હાથે છરકા (બ્લેડ મારી) દઈશ." હાલ આ સમગ્ર ગંભીર મામલે ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે આરોપી શિક્ષક મોહિત ટાંક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા અને વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. શિક્ષકની ધરપકડ થશે અને 48 કલાક જેલમાં રહેશે તો સસ્પેન્ડ કરાશે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી રમેશ જેઠવાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, શિક્ષક સામે થયેલી ફરિયાદની કોપી પોલીસ દ્વારા આવતીકાલે આપવામાં આવશે અને ત્યારબાદ શિક્ષકની ધરપકડ થશે અને 48 કલાક જેલમાં રહેશે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Cricket World Cup 2027 Full Schedule: Have A Look At India's And Other Teams' Matches
    Next Article
    અમેરિકામાં અતુલ પુરોહિતે પારંપરિક ગીતો ગાઈ ગુજરાતીઓને ડોલાવ્યા:સાઉથ કેરોલિનામાં સાથીયા પુરાવો દ્વારે સોન્ગ પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment