Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ .:​વિસાવદર નગરપાલિકામાં ભાજપ શાસન વચ્ચે અસંતોષ ફાટી નીકળ્યો; 17 સભ્યોએ મહિલા પ્રમુખ દયાબેન સોલંકી સામે અવિશ્વાસની દરખાસ્ત ધરી.

    14 hours ago

    ​ભાજપ શાસિત વિસાવદર નગરપાલિકામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે, જ્યાં 14 ભાજપ અને 3 કોંગ્રેસ એમ કુલ 17 સભ્યો દ્વારા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. મહિલા પ્રમુખ દયાબેન ભરતભાઈ સોલંકી ઉપર મનમાની અને અણઘડ વહીવટ કરતા હોવાના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. ​ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ આ અવિશ્વાસની દરખાસ્તની નોટીસ રજૂ કરવામાં આવી છે, નોટીસમાં જણાવ્યા મુજબ, નગરપાલિકાના કુલ સભ્યોની સંખ્યાના ઓછામાં ઓછા એક તૃતીયાંશ સભ્યોના સમર્થનથી કલમ-36(1) હેઠળ આ દરખાસ્ત મૂકવામાં આવી છે. ​આ મામલે વિસાવદર નગરપાલિકાના ઇન્ચાર્જ હેડ ક્લાર્ક રાજુભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે વિસાવદર નગરપાલિકાના 17 સદસ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખ ઉપર અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં મુખ્ય કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે પ્રમુખ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે નગરપાલિકાનો વહીવટ ચલાવે છે.આ દરખાસ્ત હવે પ્રમુખના વંચાણે મૂકવામાં આવશે અને નિયમ અનુસાર પ્રમુખ દ્વારા 15 દિવસની અંદર વિશેષ મીટીંગ બોલાવવામાં આવશે, ત્યારબાદ આગળનો આખરી નિર્ણય કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હાયરોક્સ મુંબઈ 2026માં અમદાવાદના યુવાનોનો ડંકો:અમદાવાદના દક્ષ ઠક્કર અને પર્વ ઠક્કરે 6 મહિનાની સખત મહેનત અને વૈજ્ઞાનિક તાલીમથી 8 કિમી દોડ સાથે કઠિન સ્ટેશનો પાર કર્યા
    Next Article
    જામનગરમાં રેન્ટ એક્ટના વિરોધમાં વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહ્યા:બાર એસોસિએશનના વકીલોએ કોર્ટ ગેટે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો, આંદોલન ચાલુ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment