Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી નાખવાની ધમકી આપી, પશુપાલક સામે રાવ:શેઢા પર પશુ ચરાવવાની ના પાડતા વૃદ્ધ ખેડૂતનો હાથ જ ભાંગી નાખ્યો

    1 day ago

    બાબરા તાલુકાના બળેલ પીપળીયા ગામે વાડીમાં કપાસમાં નીંદણની કામગીરી કરી રહેલા 81 વર્ષીય ખેડૂતે શેઢા પર ઢોર ચરાવવાની ના પાડતા પશુપાલકે વૃદ્ધ પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. ગઈ કાલે સવારે આશરે 11 વાગ્યાના અરસામાં બળેલ પીપળીયા ગામની વચ્ચેનો માર્ગ તરીકે ઓળખાતી સીમમાં વિઠ્ઠલભાઈ વાલાભાઈ ગજેરા (ઉં.વ.81) પોતાની વાડીએ કપાસની નીંદણ કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન રામા લાખાભાઈ ભરવાડ પોતાની ગાયો-ભેંસો વાડીના શેઢે ચરાવતા હોય, વિઠ્ઠલભાઈએ ઢોરને વાડીના શેઢે ચરાવવાની ના પાડતાં પશુપાલક ઉશ્કેરાઈ જઈ વૃદ્ધ ખેડૂતને અપશબ્દો બોલી લાકડી વડે હુમલો કરી દીધો હતો. લાકડીનો ઘા વૃદ્ધના હાથ પર આવતા ફ્રેકચર જેવી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત શખ્સે ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બાબરા પોલીસે રામા લાખાભાઈ ભરવાડ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય કર્મચારી મંડળનો ટેકો પ્લસની દૈનિક ઓનલાઈન એન્ટ્રી સામે વિરોધ‎:મોબાઈલ, ખાતાકીય પરીક્ષા અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરો : આરોગ્યના કર્મીઓ
    Next Article
    ઈરાને સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનો વીડિયો જાહેર કર્યો:યુદ્ધ પછી પહેલીવાર દેખાયા, જમીન પર બેસી લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment