Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય કર્મચારી મંડળનો ટેકો પ્લસની દૈનિક ઓનલાઈન એન્ટ્રી સામે વિરોધ‎:મોબાઈલ, ખાતાકીય પરીક્ષા અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરો : આરોગ્યના કર્મીઓ

    1 day ago

    અમરેલી જિલ્લાના પંચાયત વિભાગ વર્ગ-3ના આરોગ્ય કર્મચારીઓએ વધુ પડતી ઓનલાઈન કામગીરી સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે ફરી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો છે. કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં ટેકો પ્લસ અંતર્ગત એપ્લિકેશનના સર્વેલન્સ મોડ્યુલમાં દૈનિક એન્ટ્રીથી પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકારી મોબાઈલ આપવા, મોબાઈલ અંગેની ખાતાકીય પરીક્ષાનો ઠરાવ કરવા તેમજ આરોગ્ય કર્મચારીઓનો ટેકનિકલ કેડરમાં સમાવેશ કરી ટેકનિકલ ગ્રેડ-પેમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી. માગનો સમાવેશ થાય છે. આંદોલનને અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળે પણ સમર્થન આપ્યું છે. અમરેલી જિલ્લા આરોગ્ય મહાસંઘના પ્રમુખ ચેતનભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતુ કે કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે અને ઓનલાઈન કામગીરીનો વધતો બોજ ઘટાડવા માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્લાસ્ટિક, પાન-મસાલાની પિચકારીઓથી સ્વચ્છતાની પોલ ખૂલી:સફાઈ અભિયાનના સૂત્રો વચ્ચે અમરેલીમાં સરકારી કચેરીઓમાં જ ગંદકીના ઢગલા!
    Next Article
    મારી નાખવાની ધમકી આપી, પશુપાલક સામે રાવ:શેઢા પર પશુ ચરાવવાની ના પાડતા વૃદ્ધ ખેડૂતનો હાથ જ ભાંગી નાખ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment