Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્લાસ્ટિક, પાન-મસાલાની પિચકારીઓથી સ્વચ્છતાની પોલ ખૂલી:સફાઈ અભિયાનના સૂત્રો વચ્ચે અમરેલીમાં સરકારી કચેરીઓમાં જ ગંદકીના ઢગલા!

    1 day ago

    અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ બીજી તરફ અમરેલી શહેરની કેટલીક સરકારી કચેરીઓમાં જ સ્વચ્છતાની સ્થિતિ ચિંતાજનક જોવા મળતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. અમરેલીની મામલતદાર કચેરીના પટાંગણમાં વિવિધ સ્થળોએ કચરાના ઢગલા જોવા મળ્યા હતા. કચેરી પરિસરમાં પ્લાસ્ટિકના કાગળો, ચાના વપરાયેલા કપ સહિતનો કચરો નજરે પડતો હતો. કચેરીના એન્ટ્રી ગેટ સામેજ કચરાના ઢગલાએ કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. તેમજ આસપાસની ધૂળ અને ગંદકીના કારણે સ્વચ્છતા અભિયાનના દાવાઓ સાથે વાસ્તવિક સ્થિતિમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. માત્ર મામલતદાર કચેરી જ નહીં, પરંતુ પ્રાંત કચેરી, જનસેવા કેન્દ્ર સહિતના સરકારી કાર્યાલયોના પરિસરમાં પણ સ્વચ્છતાના અભાવના દ્રશ્યો જોવા મળ્યા હતા. કચેરીની બારીઓ અને દિવાલો પાસે પાન-મસાલાની પિચકારીઓના નિશાન તેમજ અહીં-તહીં પડેલા કાગળો અને ખાલી કપો નજરે પડતા હતા. સ્વચ્છતા અંગે તંત્ર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સરકારી કચેરીઓમાં જ નિયમોનું પાલન થાય તે જરૂરી બન્યું છે. કચેરીની લગાવેલી લાઈટો ઝાંખી પડી ! એક તરફ 15 ઓગસ્ટની ઉજવણીને લઈને સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી રહી છે, તો બીજી તરફ કચેરીના પરિસરમાં ફેલાયેલી ગંદકી, પાન-મસાલાની પિચકારીઓ અને ધૂળ-કચરાના કારણે શણગારની ચમક પણ ઝાંખી પડતી હોય તેવું ચિત્ર સર્જાયું છે.
    Click here to Read More
    Previous Article
    વિકાસના નામે પર્યાવરણી બલી:વૃક્ષ કાપવાનો દંડ માત્ર 1 હજાર, 75 વર્ષે કાયદો ન બદલાતા પર્યાવરણ પર ખતરો
    Next Article
    આરોગ્ય કર્મચારી મંડળનો ટેકો પ્લસની દૈનિક ઓનલાઈન એન્ટ્રી સામે વિરોધ‎:મોબાઈલ, ખાતાકીય પરીક્ષા અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરો : આરોગ્યના કર્મીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment