Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસના નામે પર્યાવરણી બલી:વૃક્ષ કાપવાનો દંડ માત્ર 1 હજાર, 75 વર્ષે કાયદો ન બદલાતા પર્યાવરણ પર ખતરો

    1 day ago

    ગુજરાતમાં ખાનગી અને મહેસૂલી જમીન પર વૃક્ષોના રક્ષણ તેમજ ગેરકાયદે કતલ અટકાવવા માટે સરકારે 75 વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ, 1951 બનાવ્યો હતો. આ કાયદા હેઠળ ગેરકાયદે વૃક્ષ કાપવા બદલ રૂ. 1000 નો મહત્તમ દંડ નક્કી કરવામાં આવ્યો હતો. તે સમયે આર્થિક પરિસ્થિતિ અને મિલકતોનું મૂલ્ય અલગ હોવાથી આ રકમ ખૂબ મોટી ગણાતી હતી. પરંતુ વર્તમાન સમયમાં માત્ર રૂ. 1000 નો દંડ કોઈ પણ પ્રકારનો કાયદાકીય અંકુશ કે ડર ઊભો કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે. આજે રાજ્યભરમાં વિકાસના નામે રોડ-રસ્તાના વિસ્તરણ, હાઇવે પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક ક્ષેત્રોના નામે કરોડો રૂપિયાની કિંમતના લાખો લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. જેમાં મહિસગાર જિલ્લામાં પણ વિકાસના બહાના હેડળ વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યુ છે. અગાઉ પણ રસ્તો બનાવવા માટે 1700 વૃક્ષોનું નિંકદન કર્યુ હતું. આઝાદી સમયના આ કાયદામાં સમયાનુકૂળ કોઈ સુધારા કે દંડની રકમમાં આકરો વધારો કરવામાં આવ્યો નથી. પરિણામે આજે આ કાયદો પર્યવારણના નાશ માટે કવચ બની ગયો છે. ન્યાયતંત્રના સ્પષ્ટ નિર્દેશો છતાં કાયદાકીય છીંડા યથાવત ગુજરાત હાઇકોર્ટે અગાઉના એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને કડક ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, ગેરકાયદેસર રીતે કપાતા વૃક્ષોના કેસમાં સમગ્ર કતલ માટે માત્ર એક જ વાર 1000નો દંડ ન વસૂલવો. પરંતુ ગેરકાયદે કપાયેલા "દરેક વૃક્ષ દીઠ" અલગથી મહત્તમ 1000 સુધીનો દંડ ફટકારવો જોઈએ. આ ન્યાયિક દ્રષ્ટિકોણને કારણે ભલે હજારો વૃક્ષો કાપનારાઓ પાસેથી લાખો-કરોડો રૂપિયા દંડ વસૂલવાનો કાયદાકીય માર્ગ ખૂલ્યો હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે, સરકારે હજુ સુધી 75 વર્ષ જૂના આ કાયદામાં કોઈ સુધારો કર્યો નથી. પરિણામે, ન્યાયતંત્ર દ્વારા સ્પષ્ટ નિર્દેશો આપવા છતાં જમીની સ્તરે કાયદાકીય છીંડા યથાવત છે અને વૃક્ષોના નિકંદનનું અટકવાનું નામ લેતું નથી. જવાબદાર સામે ઈચ્છિત કાર્યવાહી થઈ શકતી નથી વન વિભાગની જમીન પર વૃક્ષ કાપવાની બિલકુલ મંજૂરી મળતી નથી. જ્યારે મહેસૂલ વિભાગની જમીન પર ખેડૂતો વૃક્ષો કાપી શકે છે. પરંતુ તેના માટે મામલતદારની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય છે. આ મંજૂરી સાથે એવી કડક શરત પણ જોડાયેલી હોય છે કે કાપવામાં આવેલા વૃક્ષો સામે બે ઘણા નવા વૃક્ષો વાવીને તેનું જતન કરવુ. પરંતુ પ્રવર્તમાન નિયમોમાં યોગ્ય સજાની જોગવાઈના અભાવે જવાબદાર આરોપીઓ સામે ઈચ્છિત કડક કાર્યવાહી થઈ શકતી નથી. - આર વી પટેલ આર એફ ઑ. કડાણા
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ, ત્રણ દિવસ બાદ મોત:બેભાન થતાં આરોપીના પિતાએ દીકરી ગણાવી હોસ્પિટલમાં દાખલ કરી, કિડની-આંતરડાંમાં ઇન્ફેક્શન થતાં દમ તોડ્યો
    Next Article
    પ્લાસ્ટિક, પાન-મસાલાની પિચકારીઓથી સ્વચ્છતાની પોલ ખૂલી:સફાઈ અભિયાનના સૂત્રો વચ્ચે અમરેલીમાં સરકારી કચેરીઓમાં જ ગંદકીના ઢગલા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment