Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ ખેલ મહાકુંભમાં એક જ શાળાની 17 વિદ્યાર્થીનીઓ ચમકી:એ.જી. પટેલ કન્યા વિદ્યાલયની દીકરીઓએ એથ્લેટિક્સમાં મેળવ્યા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન

    16 hours ago

    વઢવાણ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 2026માં એ.જી. પટેલ કન્યા વિદ્યાલય, કોઠારીયા રોડની 17 વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે એથ્લેટિક્સ સ્પર્ધામાં શાળાનું નામ રોશન કર્યું. વિદ્યાર્થીનીઓએ અંડર-17, અંડર-14 અને ઓપન વિભાગોમાં લાંબી કૂદ, ટ્રિપલ જમ્પ, ભાલા ફેંક, 100, 200, 400, 800 અને 1500 મીટર દોડ જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો. તેમણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યા. વિજેતાઓમાં લોલડિયા અંજલી (100 મીટર પ્રથમ); સારદિયા જયશ્રી (200 મીટર પ્રથમ), ડાભી જયશ્રી (200 મીટર દ્વિતીય), દુધરેજિયા સંજના (200 મીટર તૃતીય); ઝાલા રીટા (400 મીટર પ્રથમ), કેરાળિયા હેતલ (400 મીટર દ્વિતીય), સારદિયા સંજના જે. (400 મીટર તૃતીય); સારદિયા સંજના બી. (800 મીટર પ્રથમ); ડાભી કિરણ (1500 મીટર પ્રથમ, ટ્રિપલ જમ્પ પ્રથમ), રેથડિયા દર્શના (1500 મીટર દ્વિતીય); અણિયારિયા જાનવી (લાંબી કૂદ U-14 દ્વિતીય), સારદિયા સંજના (લાંબી કૂદ U-17 પ્રથમ); વાઘરોડિયા લક્ષ્મી (ટ્રિપલ જમ્પ દ્વિતીય); ગેલડિયા મમતા (લાંબી કૂદ અને 200 મીટર પ્રથમ); ટીંબલ મનિષા (ભાલા ફેંક દ્વિતીય) નો સમાવેશ થાય છે. આ સફળતા પાછળ કોચ વિપુલભાઈ જીડીયા, વિષ્ણુભાઈ મોરી, જયદીપભાઈ ગેડીયા, હિતેષભાઈ મીઠાપરા અને સ્ટાફના બહેનોનું યોગદાન રહ્યું. શાળાના પ્રમુખ સોમાભાઈ જી. પટેલ અને આચાર્ય સોનલબેન પરમારે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા.
    Click here to Read More
    Previous Article
    પાયલોટ સ્મિત મચ્છરે 174 પ્રવાસીઓના જીવ બચાવ્યા:વઢવાણમાં તેમના દીર્ઘાયુ અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના, સતવારા સમાજે આરતી યોજી
    Next Article
    લગ્નના 23 વર્ષ બાદ પત્ની ભાગી જતા પતિનો આપઘાત:રાજકોટમાં હિરાઘસુ પ્રૌઢનો ગળાફાંસો ખાઈ આપઘાત, 22 વર્ષનો દિકરો શોકમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment