Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાયલોટ સ્મિત મચ્છરે 174 પ્રવાસીઓના જીવ બચાવ્યા:વઢવાણમાં તેમના દીર્ઘાયુ અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના, સતવારા સમાજે આરતી યોજી

    15 hours ago

    174 પ્રવાસીઓના જીવ બચાવનાર પાયલોટ સ્મિત મચ્છર માટે વઢવાણમાં પ્રાર્થનાનો માહોલ જોવા મળી રહ્યો છે. વઢવાણના આ પનોતા પુત્રએ માનવતા અને સાહસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના આ સાહસિક કાર્યથી વઢવાણવાસીઓમાં ગૌરવની લાગણી પ્રસરી છે. સ્મિત મચ્છર ઝડપથી સ્વસ્થ થાય અને ફરી પોતાની ફરજ પર જોડાય તે માટે વિવિધ સમાજો અને લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે. વઢવાણ સમસ્ત સતવારા સમાજ દ્વારા ગણપતિ મંદિરે ભવ્ય આરતીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સમાજના યુવાનો, વડીલો, બહેનો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો થાળી-દીવા સાથે ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ બાપાના ચરણોમાં સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્યલાભ અને પુનઃ સેવામાં જોડાવા માટે ભાવભીની શુભેચ્છાઓ સાથે પ્રાર્થના કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    માંગરોળ બંદર નજીક બાઇક સ્લિપ થતાં યુવાનનું મોત:બાઇક અચાનક સ્લિપ થઈ જતા પાછળ બેઠેલા યુવાનનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું, પોલીસે તપાસ હાથ ધરી..
    Next Article
    વઢવાણ ખેલ મહાકુંભમાં એક જ શાળાની 17 વિદ્યાર્થીનીઓ ચમકી:એ.જી. પટેલ કન્યા વિદ્યાલયની દીકરીઓએ એથ્લેટિક્સમાં મેળવ્યા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment