Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નના 23 વર્ષ બાદ પત્ની ભાગી જતા પતિનો આપઘાત:રાજકોટમાં હિરાઘસુ પ્રૌઢનો ગળાફાંસો ખાઈ આપઘાત, 22 વર્ષનો દિકરો શોકમાં

    17 hours ago

    રાજકોટમાં લગ્નના 23 વર્ષ બાદ પત્ની અન્ય યુવાન સાથે ભાગી જતા હિરાઘસુ પ્રૌઢે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. 10 દિવસ પહેલા મહિલા અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધના કારણે ઘરેથી નીકળી ગઈ હતી. જેનું માઠું લાગતા પ્રૌઢે જીવન ટૂંકાવી લીધું હતું. જોકે આ ઘટનાથી 22 વર્ષીય દિકરો શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગૂનો નોંધાયો છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, મવડી બાપા સીતારામ ચોક પાસે આદર્શ એવન્યુ પાછળ આવેલ સ્વામીનારાયણ પાર્ક - 1 માં રહેતા 45 વર્ષીય દેવાનંદભાઈ જેઠાભાઈ કુંભારવાડીયા આજે 4 ઓક્ટોબરના પોતાના ઘરે હતા ત્યારે ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ફરજ પરના તબીબે દેવાનંદભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતકના સગા ધર્મેશભાઈ કુંભારવાડીયાના જણાવ્યા મુજબ દેવાનંદભાઈ હિરા ઘસવાનું કામ કરતા હતા. તેમના પત્ની 10 દિવસ પહેલા કોઈ યુવાન સાથે ભાગી ગયા હતા. જેનું માઠું લાગતા તેમણે ગળાફાંસો ખાઈ લીધો છે. માતા અન્ય યુવાન સાથે ભાગી ગઈ અને પિતાએ આપઘાત કરી લેતા 22 વર્ષીય પુત્ર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ ખેલ મહાકુંભમાં એક જ શાળાની 17 વિદ્યાર્થીનીઓ ચમકી:એ.જી. પટેલ કન્યા વિદ્યાલયની દીકરીઓએ એથ્લેટિક્સમાં મેળવ્યા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન
    Next Article
    Omani Co-Pilot May Have Shut Off flydubai Plane's Engines: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment