Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનો વીડિયો જાહેર કર્યો:યુદ્ધ પછી પહેલીવાર દેખાયા, જમીન પર બેસી લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા

    1 day ago

    ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનો એક વીડિયો સામે આવ્યો છે. ઈરાની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી મેહરે આ ફૂટેજ જાહેર કર્યા છે. જેમાં મોજતબા જમીન પર બેઠેલા લોકોની વચ્ચે જોવા મળી રહ્યા છે અને તેમની સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. સુપ્રીમ લીડર બન્યા પછી આ તેમનો પહેલો સાર્વજનિક વીડિયો હોવાનું કહેવાય છે. જોકે, વીડિયો ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો, તેની માહિતી આપવામાં આવી નથી. તેથી, ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પછી જ તેને શૂટ કરવામાં આવ્યો હતો તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. મોજતબાની લાંબા સમયથી સાર્વજનિક ગેરહાજરી વચ્ચે આ વીડિયો સામે આવ્યો છે. તાજેતરમાં ઈઝરાયલી મીડિયામાં તેમના સ્વાસ્થ્યને લઈને ગંભીર દાવા કરવામાં આવ્યા હતા. ઈઝરાયલી ચેનલ 14 એ ઈરાની અધિકારીઓ અને મોજતબાની મેડિકલ ટીમના નજીકના સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે તેમની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. રિપોર્ટમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે દુનિયા જલ્દી જ તેમના નિધનના સમાચાર સાંભળી શકે છે. સાઉદી મીડિયાએ ઈરાનથી બહાર હોવાનો દાવો કર્યો હતો સાઉદી મીડિયા અલ-હદથે એક ઇઝરાયલી સુરક્ષા સૂત્રને ટાંકીને દાવો કર્યો હતો કે મોજતબા હાલમાં ઈરાનમાં નથી. સૂત્ર મુજબ, મોજતબાના નામે જારી કરવામાં આવી રહેલા સત્તાવાર સંદેશા IRGCના નવા પ્રમુખ અહેમદ વાહિદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તૈયાર કરી રહ્યા છે. મોજતબા સુપ્રીમ લીડર બન્યા ત્યારથી તેઓ જાહેરમાં દેખાયા ન હતા. તેમણે કોઈ ભાષણ પણ આપ્યું ન હતું. સરકારી ન્યૂઝ એજન્સીઓએ તેમના નામે માત્ર કેટલાક લેખિત સંદેશા જારી કર્યા હતા. ઈરાની મીડિયા અનુસાર, તેમના પિતા અને પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ પછી પણ મોજતબાએ સરકારના કોઈ મંત્રી સાથે મુલાકાત કરી ન હતી. તેઓ તેમના પિતાના અંતિમ સંસ્કારમાં પણ દેખાયા ન હતા. રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન પણ કહી ચૂક્યા છે કે સુપ્રીમ લીડરનો સીધો સંપર્ક કરવો મુશ્કેલ છે. ઈરાને અગાઉ પણ સ્વાસ્થ્ય સંબંધિત દાવાઓ નકારી કાઢ્યા છે ઈરાન પહેલા પણ મોજતબાના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી અટકળોને નકારી ચૂક્યું છે. આ પહેલા ઇઝરાયલી મીડિયાએ દાવો કર્યો હતો કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલના હુમલામાં મોજતબા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈરાની અધિકારીઓએ આ દાવાઓને નકારતા કહ્યું હતું કે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. હવે મેહર દ્વારા વીડિયો જાહેર કરવામાં આવવાને પણ તેમના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી અટકળોના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મારી નાખવાની ધમકી આપી, પશુપાલક સામે રાવ:શેઢા પર પશુ ચરાવવાની ના પાડતા વૃદ્ધ ખેડૂતનો હાથ જ ભાંગી નાખ્યો
    Next Article
    સુરતમાં સતીશ મરાઠાની હત્યાનો LIVE વીડિયો:ખાડો ખોદતા હોય તેમ 3 તલવાર, ધારિયા-કુહાડી અને ચપ્પુથી 39 ઘા ઝીંક્યા, સૂર્યાની જેમજ સતીશની હત્યા કરવા યુવકોની ગેંગ બની

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment