Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે વિશ્વ આદિવાસી દિવસ:રામપુરામાં યોજાનાર સભામાં સમાજની ઓળખ, ભાષા,સંસ્કૃતિના જતનનો સંદેશ અપાશે

    17 hours ago

    રામપુરા વડલા મેદાનમાં આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય સભાનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં આદિવાસી સમાજની ઓળખ, ભાષા-સંસ્કૃતિના જતન સાથે શિક્ષણ, રોજગાર, વિકાસ અને અધિકારો અંગે ચર્ચા થશે. પરંપરાગત કલા-સંગીતની રજૂઆત સાથે સમાજની એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ અપાશે. દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે. આ નિમિત્તે રામપુરા વડલા મેદાન ખાતે બિરસા સેના દ્વારા ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો હેતુ આદિવાસી સમાજની ભાષા, સંસ્કૃતિ, પરંપરા, લોકકલા અને જીવનશૈલીનું જતન તથા નવી પેઢી સુધી સંવર્ધન કરવાનો છે. સભામાં શિક્ષણ, રોજગાર, વિકાસ, સામાજિક સમાનતા તેમજ બંધારણથી મળેલા મૂળભૂત અને કાયદાકીય અધિકારો અંગે ચર્ચા થશે. સમાજના આગેવાનો અને વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. પરંપરાગત કલા, સંગીત અને લોકસંસ્કૃતિ રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. વડીલો, યુવાનો, મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહી આદિવાસી એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપશે. કાર્યક્રમ આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ અને આપણા અધિકારો અંગે જાગૃતિનું માધ્યમ બને તેવો આયોજકોનો પ્રયાસ છે. સમાજજનોને શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર:53 પ્રાથમિક-માધ્યમિક શાળામાં 4000 છાત્રોએ ભારત કો જાનો પરીક્ષા આપી
    Next Article
    ચેકિંગ:21 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી મોબાઇલ ટેસ્ટિંગ વાન સાથે સ્થળ પર જ પનીર અને ચીઝની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment