Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર:53 પ્રાથમિક-માધ્યમિક શાળામાં 4000 છાત્રોએ ભારત કો જાનો પરીક્ષા આપી

    16 hours ago

    પાલનપુર અને આસપાસની 53 પ્રાથમિક-માધ્યમિક શાળાના આશરે 4 હજાર વિદ્યાર્થીઓએ ભારત કો જાનો પરીક્ષા ઉત્સાહપૂર્વક આપી હતી. ભારતના ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્ર વિશેનું જ્ઞાન વધારવાના હેતુથી ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખાએ આયોજન કર્યું હતું. ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા પરીક્ષાના 20થી 25 દિવસ અગાઉ વિદ્યાર્થીઓને ભારતના ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ અને અન્ય મહત્વપૂર્ણ વિષયોની માહિતી ધરાવતી અભ્યાસ પુસ્તિકા આપી હતી. પરીક્ષામાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની મૌખિક કસોટી લેવાશે. ત્યારબાદ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શાળા, પ્રાંત અને રાષ્ટ્રીય કક્ષાની ભારત કો જાનો સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક પિયુષભાઈ જોષી તથા સહ-સંયોજકો પિયુષભાઈ અને ધીરજભાઈએ શાળાઓ સાથે સતત સંકલન કર્યું હતું. શાખાના પ્રમુખ, મંત્રી, સભ્યો અને મહિલા સભ્યોના સહયોગથી આયોજન સફળ રહ્યું હતું. પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, જિજ્ઞાસા, સામાન્ય જ્ઞાન અને રાષ્ટ્રીય ભાવના વધારવા સાથે તેમને ભારતના ગૌરવશાળી ઇતિહાસ-સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    લાકડાના હાથાવાળો કોડીયો ફિટ થયેલી હાલતમાં મળ્યો:અમીરગઢના ઉમરકોટમાં ગાય અને નંદી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો
    Next Article
    આજે વિશ્વ આદિવાસી દિવસ:રામપુરામાં યોજાનાર સભામાં સમાજની ઓળખ, ભાષા,સંસ્કૃતિના જતનનો સંદેશ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment